પ્લાસ્ટિક બોટલ વડે બન્યું આખું ગામ - Sandesh
NIFTY 10,796.55 -21.15  |  SENSEX 35,538.82 +-83.32  |  USD 68.0175 +0.01
1.6M
1M
1.7M
APPS

પ્લાસ્ટિક બોટલ વડે બન્યું આખું ગામ

 | 1:52 am IST

તમે કહેશો કે કચરોે તો મ્યુનિસિપાલિટીના માણસો દૂર નાંખી આવે! સાચી વાત! બધો કચરો નગર કે શહેરથી દૂર નાંખવામાં આવે છે. જોતજોતામાં ત્યાં કચરાનો ઢગલો ધીમેધીમે એ ડુંગર જેવો બની જાય છે. આ કચરો વર્ષો સુધી ત્યાં વરસાદ, ઉનાળો, શિયાળો વગેરે ઋતુઓમાં સડીને નાશ પામે છે. જોકે બધો કચરો નાશ પામતો નથી. ખાસ કરીને પ્લાસ્ટિક. એ ૧૦૦-૧૫૦ વર્ષ સુધી એમને એમ જ રહે છે. એનો નિકાલ શી રીતે કરવો એ આખા જગતની સમસ્યા છે.

પ્લાસ્ટિકનો કચરો બાળો તો નર્યું ઝેર

પ્લાસ્ટિકનો નાશ કરવા માટે ઈન્સિનરેટર કહેવાતી ભઠ્ઠીમાં ધગધગતો અગ્નિ પેટાવીને એમાં પ્લાસ્ટિક સ્વાહા…! કરી દેવામાં આવે છે. પરંતુ પ્લાસ્ટિક બળે તો ખૂબ જ ખરાબ ગંધ મારતો ધુમાડો થાય છે. આ ધુમાડો ખૂબ જ ઝેરી વાયુઓ અને ઝેરી રાખના કણ પણ ધરાવે છે. એ જેના શ્વાસમાં જાય એને કેન્સર થવાની શક્યતા ઊભી થઈ જાય છે. એટલે ઈન્સિનરેટર નામની ભઠ્ઠીમાં માત્ર દવાખાના, હોસ્પિટલો વગેરેમાં વપરાતા રબર અને પ્લાસ્ટિકને જ ભસ્મ કરવામાં આવે છે. જેથી એમાં રહેલા વિષાણુ આસપાસ ક્યાંય ફેલાય નહીં.

પ્લાસ્ટિક બોટલના રાક્ષસી

કચરાનો આદર્શ નિકાલ

આ રાક્ષસી સવાલનો સરળ જવાબ અમેરિકાના પનામા ટાપુના રહેવાસીઓએ શોધી કાઢયો છે. આ ટાપુનું કુદરતી સૌંદર્ય માણવા અહીં દર વર્ષે ૧,૦૦,૦૦૦ લોકો આવે છે. એ બધા પ્લાસ્ટિકના પાઉચ, પેકેટ્સ કરતાં વધારે પાણીની બોટલો વાપરે છે. પનામા ટાપુ તો પ્રમાણમાં નાનો છે. અહીં લાખો બોટલો ક્યાં નાંખવી? દરિયામાં નાંખે તો પણ એ તરતી તરતી કિનારે આવીને બધા બીચની શોભા બગાડી નાંખે. આખરે એમણે જે ઉપાય વિચાર્યો એ આપણે બધાએ અપનાવવા જેવો છે. એ લોકો દરેક બોટલ પાછી આપી જનારને પાંચ નવા પૈસા આપે છે. એ રીતે ખાલી બોટલો ભેગી થઈ જાય છે. એને ઈંટોની જગ્યાએ વાપરીને ઈમારતોની દીવાલો ચણે છે.

આ રીતે થાય છે ચણતર

પ્લાસ્ટિકની બોટલો વડે દીવાલ બનાવવા ૬ બોટલ આડી અને ચાર બોટલ ઊભી આવી રહે એ રીતે વાયરથી બાંધીને ચોસલાં બનાવે છે. પછી એ ચોસલાં એકબીજાની ઉપર ગોઠવીને વાયરથી બાંધતા જાય છે. એ રીતે આખી ઈમારત વાયરથી બાંધી બાંધીને બનાવવામાં આવે છે. દીવાલો આ રીતે બની જાય પછી એની ઉપર પ્લાસ્ટર કરી લે છે. પ્લાસ્ટર થયા પછી તૈયાર ઘર જુઓ તો ખ્યાલ પણ ન આવે કે પ્લાસ્ટિકની બોટલો વડે બનાવવામાં આવ્યું છે. આ ઘર વજનમાં હલકું હોવાથી ધરતીકંપમાં જાનહાનિ ન થાય, ઉધઈ ન લાગે, સડો ન લાગે, ભેજ ન લાગે, બહારની ઠંડી અને ગરમીથી વધારે રક્ષણ મળે છે.

આ રીતે પનામા જેવા નાનકડા ટાપુના નગરે આખા જગતને નકામી બોટલોનો નિકાલ કરવાનો સૌથી બેસ્ટ રસ્તો બતાવ્યો છે. જે આપણે પણ અજમાવવા જેવો છે. તમને નથી લાગતું?