પ્લાસ્ટિક કચરાથી હવે કાર દોડશે ! - Sandesh
  • Home
  • Newspaper
  • પ્લાસ્ટિક કચરાથી હવે કાર દોડશે !

પ્લાસ્ટિક કચરાથી હવે કાર દોડશે !

 | 2:42 am IST

એમ તો આજકાલ પ્લાસ્ટિકનો કચરો માથાનો દુખાવો બની રહ્યો છે. જો કે આવનારા દિવસોમાં એ કચરો કચરો નહીં બની રહે, તે તમારી કાર દોડાવવામાં ઉપયોગી બની રહે એવું સંશોધન થયું છે ! ફેંકી દેવાતું પ્લાસ્ટિક અત્યારે તો પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ નુકસાનકારક બની રહ્યું છે. એક તો તેનો નાશ બહુ મોડો થવાને કારણે પ્લાસ્ટિક લાંબા સમય સુધી પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે, તેને કારણે એ કચરો પૃથ્વી માટે પ્રદુષણ ફેલાવી રહ્યો છે. એક તરફ સમુદ્રમાં તે જળજીવનને ખોરવી રહ્યો છે, તો જમીન પર પણ તે મૂંગા પ્રાણીઓ માટે એક સમસ્યા બની રહ્યો છે. તેનું આયુષ્ય લાંબું હોવાને કારણે તેનો નાશ કરવો પણ શક્ય નથી, ત્યારે એવું સંશોધન સફળ થઇ રહ્યું લાગે છે, જેમાં પ્લાસ્ટિકનો કચરો કાર જેવા વાહન દોડાવવામાં મદદરૂપ થશે.

હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ એવી એક રચના છે, જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન થકી વીજળી પેદા થાય, જે બેટરીમાં સંગ્રહિત કરી તે દ્વારા વાહન દોડાવી શકાય. આ રાસાયણિક પ્રક્રિયામાં આડપેદાશ તરીકે પાણી જ પેદા થાય છે, જેના કારણે આખી રાસાયણિક પ્રક્રિયા ઇકો ફ્રેન્ડલી બની રહેશે. સ્વાનસી યુનિવર્સિટી ખાતેના વિજ્ઞા।નીઓ એક નવી જ પ્રકારની પ્રક્રિયા વિકસિત કરવામાં સફળતા મેળવી છે, જે સસ્તી અને પ્લાસ્ટિકનારિસાઇક્લિંગમાં પણ મદદરૂપ થશે.

યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના ડો. મોરીત્ઝ કુએહનેલના જણાવ્યા પ્રમાણે તમામ પ્રકારના કચરાને ડિગ્રેડ કરાશે. આ પ્રક્રિયામાં તમામ પ્રકારનો હાઇડ્રોજન ગેસ તૈયાર કરાશે. હોન્ડા, ટોયેટા અને હુન્ડાઇ જેવી કંપનીઓ આ વર્ષે ૧,૦૦૦ કાર બજારમાં મૂકશે.

આ સેલથી કાર કઈ રીતે દોડે છે?

૧. હાઇડ્રોજન ફ્યૂઅલ સેલમાં હાઇડ્રોજન અને ઓક્સિજનને મિશ્રિત કરીને તેમાંથી વીજળી પેદા કરી તે દ્વારા કાર ચલાવાય છે.

૨. ઓક્સિજન હવામાંથી મેળવાય છે અને હાઇડ્રોજન એલ્યુમિનિયમની બનેલી ટાંકીમાં રાખવામાં આવે છે, જે એવો ચુસ્ત રખાય છે કે લીકેજ નિવારી શકાય.

૩. આ બંનેનો ઉપયોગ કરીને વીજળી પેદા થાય, ત્યારે આડ પેદાશ તરીકે પાણી પેદા થાય છે. જેને કારણે આ પ્રક્રિયા ઇકોફ્રેન્ડલી બની રહે છે.

૪. ફ્યૂઅલ સેલથી દોડતી કારને જાણે ગેસોલિન ભરાવતા હોય એટલી સરળતાથી જ ફરી ચાર્જ કરી શકાશે.

૫. ફ્યૂઅલિંગ સ્ટેશન ૧૫ લાખ પાઉન્ડના ખર્ચે તૈયાર થશે, જેથી કાર કંપનીઓ વધુને વધુ હાઇડ્રોજન ફ્યૂઅલ સેલથી દોડતી કાર બનાવશે.