players are looking for ways to challenge the Indian spinners Kane Williamson
  • Home
  • Sports
  • Cricket
  • કાનપુર ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનને રોકવા એક પડકાર: વિલિયમસન

કાનપુર ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનને રોકવા એક પડકાર: વિલિયમસન

 | 11:20 pm IST
  • Share

  • ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચ 25 નવેમ્બરથી કાનપુરમાં રમાશે
  • કેન વિલિયમસને કિવી ટીમને આપ્યો જીતનો મંત્ર
  • ભારતીય ટીમના સ્પિનરો સામે રમવું પડકાર: કેન વિલિયમસન

કાનપુરમાં 25 નવેમ્બરથી શરૂ થઇ રહેલ ટેસ્ટ મેચ માટે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો તૈયાર છે. મેચને લઇ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું છે કે, ભારતીય ટીમને ઘરેલૂ જમીન પર ચેલેન્જ કરવા માટે કિવી ટીમને અશ્વિન, જાડેજા અને અક્ષર સામે રમવા માટે નવી રીતો શોધવી પડશે.

કેન વિલિયમસને કહ્યું કે, ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડી અને ટીમ મેનેજમેન્ટ પણ ભારતીય સ્પિનર્સને ચેલેન્જ કરવા માટેની રીતો શોધી રહ્યા છે. મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કિવી કેપ્ટને કહ્યું કે, તેમને પણ પોતાના સ્પિન બોલરો પાસે આ સ્થિતિ પર સારા પ્રદર્શનની આશા છે.

કેન વિલિયમસને કહ્યું,‘આ આખી સીઝનમાં સ્પિનર્સ હાવી રહેવાની આશા છે અને આવું ભારતમાં રમાનાર ટેસ્ટ સિરીઝથી આશા સેવાઇ રહી છે. ઘણી ટીમો માટે સ્પિન બોલિંગ એક પડકાર સાબિત થઇ છે. અમારે ભારતીય સ્પિન બોલિંગ વિરૂદ્ધ રન સ્કોર કરવા માટે અલગ-અલગ રીતો શોધવી પડશે.’

ન્યૂઝીલેન્ડ માટે સ્પિન અટેકમાં એઝાજ પટેલ, વિલ સમરવિલ અને મિચેલ સૈંટનર સામેલ છે. વિલિયમસને કહ્યું કે, કિવી ટીમ માટે આ ડિપાર્ટમેન્ટમાં એઝાજ પટેલ, વિલ સમરવિલે એક મોટી ભૂમિકા ભજવી છે અને તેમનાથી આ સિરીઝમાં સારા પ્રદર્શનની આશા છે.

વિલિયમસને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમીની ગેરહાજરીમાં કિવી ટીમને ટેસ્ટમાં ફેવરેટ માનવાથી ઇન્કાર કરી દીધો. વિલિયમસને કહ્યું કે, આ ખેલાડીઓની ગેરહાજરીમાં પણ ભારતીય ટીમ ખુબ જ મજબૂત છે અને તેમની પાસે પડકાર આપવા માટે એક શાનદાર ટીમ છે. જણાવી દઇએ કે, આ સિરીઝ પહેલા ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે, ત્યાં જ કેએલ રાહુલ ઇજાના કારણે ટીમથી બહાર થઇ ગયો છે.

ભારતમાં ન્યૂઝીલેન્ડની ટીમનો ટેસ્ટ રેકોર્ડ કંઇ ખાસ નથી. ન્યૂઝીલેન્ડે ભારતમાં અત્યાર સુધી 2 ટેસ્ટ મેચોમાં જ જીત હાંસલ કરી છે. આવામાં ટીમ ઇન્ડિયા સામે ઉતરતા પહેલા કિવી ટીમ દ્વારા સ્પિનર્સ પર દબાણ નાંખવું વ્યાજબી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો