players not allowed loo breaks during training icc guidelines
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટરોની મુશ્કેલીમાં વધારો, પ્રેક્ટિસ દરમિયાન ટોયલેટનો ઉપયોગ કરી શકશે નહી

ક્રિકેટરોની મુશ્કેલીમાં વધારો, પ્રેક્ટિસ દરમિયાન ટોયલેટનો ઉપયોગ કરી શકશે નહી

 | 8:06 am IST

કોરોના મહામારીના કારણે સમગ્ર દુનિયામાં ભારે ઉથલ પાથલ મચી છે. એવું કોઈ ક્ષેત્ર નહી હોય જ્યાં આની અસર ન થઈ હોય. ક્રિકેટને પણ કોરોનાના કારણે મોટો ફટકો પડ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોએ પોતાની કેટલીક આદત બદલવાનો સમય આવી ગયો છે. હવે પ્રેક્ટીસ દરમિયાન ખેલાડીઓ શૌચાલયનો ઉપયોગ કરી શકશે નહી.

મેદાનમાં અમ્પાયરને પોતાની કેપ કે સનગ્લાસ પકડાવી શકશે નહી. ICC દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેનો ચુસ્તતાથી અમલ કરવાનો રહેશે. ખેલાડીઓએ પોતાનો સામાન જેવોકે કેપ, ટુવાલ, સનગ્લાસ અમ્પાયર કે સાથી ખેલડીઓને સોંપી નહી શકે. એક બીજાનો સ્પર્શ ન થાય તે વાતની તકેદારી રાખવાની રહેશે.

કોવિડ -19 મહામારી પછી ફરીથી ક્રિકેટ શરૂ થાય ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની કેટલીક સ્વાભાવિક ટેવ છોડી દેવાની રહેશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જો કે, તે સ્પષ્ટ નથી કે ખેલાડીઓની ચીજો કોણ મેદાન પર રાખશે.

આટલું જ નહીં, અમ્પાયરોએ પણ બોલ પકડતી વખતે ગ્લોવ્સનો ઉપયોગ કરવો પડશે. ખેલાડીઓ તેમની કેપ્સ અને સનગ્લાસને મેદાન પર રાખી શકતા નથી કારણ કે આનાથી હેલમેટની જેમ પેનલ્ટી રન થઈ શકે છે.

ICC પણ ઈચ્છે છે કે મેચ પહેલા અને પછી ચેન્જિંગ રૂમમાં (ડ્રેસિંગ રૂમ) ઓછો સમય ગાળવામાં આવે. બીજી તરફ, ICC ક્રિકેટ સમિતિએ પહેલેથી જ બોલ પર લાળ લગાડવા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે.

હવે ખેલાડીઓને સલાહ આપવામાં આવી છે કે બોલને સ્પર્શ કર્યા પછી આંખો, નાક અને મોનો સ્પર્શ ન કરે. બોલના સંપર્કમાં આવ્યા પછી હાથને સાફ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે પ્રેક્ટિસ દરમિયાન પણ ખેલાડીઓની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે તેમને શૌચાલયનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ વીડિયો જુઓ: ડૉ. હર્ષવર્ધને ડબ્લ્યૂએચઓના એક્ઝિક્યૂટિવ બોર્ડના ચેરમેન તરીકેનો પદભાર ગ્રહણ કર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન