players violent after the full time whistle of gabon vs ghana watch video
  • Home
  • Sports
  • Football
  • ફૂટબોલ મેચ બાદ બે ટીમો વચ્ચે મારામારી, ખેલાડીઓ વચ્ચે ઘુંસા-લાત

ફૂટબોલ મેચ બાદ બે ટીમો વચ્ચે મારામારી, ખેલાડીઓ વચ્ચે ઘુંસા-લાત

 | 6:15 pm IST
  • Share

  • આફ્રિકા કપ ઓફ નેશન્સ ફૂટબોલ ટુર્નામેન્ટમાં બબાલ

  • મેચ બાદ ઘાના-ગેબોનના ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી

  • ઘાનાના ટેટેહે ગેબોનના બુપેન્ઝાને મુક્કો માર્યો

ઘાના સામેની મેચમાં અંતિમ મિનિટો સુધી પાછળ રહી ગયા બાદ 88મી મિનિટે ગેબોને બરાબરીનો ગોલ કર્યો હતો. મેચની અંતિમ વ્હિસલ બાદ ઘાનાના અવેજી બેન્જામિન ટેટેહે ગેબોનના એરોન બુપેન્ઝાને મુક્કો માર્યો હતો. આને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ખેલાડીઓ અને ટીમના અધિકારીઓ વચ્ચે મારામારી પણ થઈ હતી.

ઘાના-ગેબોન વચ્ચેની મેચમાં મારામારી

આફ્રિકા કપ ઓફ નેશન્સ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઘાના અને ગેબોન વચ્ચે રમાયેલી મેચ બાદ બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન એક ખેલાડીને મુક્કો પણ લાગ્યો હતો. આને લગતી વિડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ગેબોને મેચના અંતિમ મિનીટ સુધી પાછળ રહ્યા બાદ છેલ્લી ક્ષણોમાં ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. મેચની અંતિમ વ્હિસલ બાદ ઘાનાના અવેજી બેન્જામિન ટેટેહે ગેબોનના એરોન બુપેન્ઝાને મુક્કો માર્યો હતો.આ દરમિયાન સ્ટેડિયમમાં બંને ટીમના ખેલાડીઓ અને ટીમના અધિકારીઓ વચ્ચે મારામારી થઈ હતી. આ ડ્રો મેચ થયા બાદ ઘાનાની ટીમ ગ્રુપ C માં ત્રીજા સ્થાને સરકી ગઈ છે. ટેટેહને પંચ મારવા માટે લાલ કાર્ડ બતાવવામાં આવ્યું હતું અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કેપ્ટન આન્દ્રે આયુએ 18મી મિનિટે જ ઘાનાને લીડ અપાવી હતી પરંતુ જિમ એલેવિનાહે મેચની 88મી મિનિટે ગોલ કરીને બરાબરી કરી મેચને ડ્રો કરી હતી.

ઘાના ટુર્નામેન્ટમાં ખરાબ સ્થિતિમાં

1982ની ચેમ્પિયન ઘાના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવાના જોખમમાં છે, ત્યારે ગેબોન અને મોરોક્કોની ટીમોએ અંતિમ 16માં પોતાની સ્થિતિ મજબૂત કરી દીધી છે. મોરોક્કોએ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ભાગ લેનાર નવોદિત ટીમ કોરોમોસને 2-0થી હરાવી હતી. ગ્રુપ બીની મેચમાં ગિનીએ સેનેગલની મજબૂત ટીમ સામે મેચ ૦-૦થી ડ્રો કરી હતી. લિવરપૂલ તરફથી રમતા સાડિયો માને પોતાની રાષ્ટ્રીય ટીમ માટે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા.

ઘાનાના ખેલાડીઓએ પત્તો ગુમાવ્યો

ગેબોન સામે, જ્યારે 88મી મિનિટે બરાબરીનો ગોલ કરવામાં આવ્યો ત્યારે ઘાનાના ખેલાડીઓએ પત્તો ગુમાવ્યો હતો. ઘાનાના ખેલાડીઓએ તેને રમતની ભાવના વિરુદ્ધ માન્યું હતું, કારણ કે તેમનો એક ખેલાડી ઘાયલ થયો હતો અને મેદાન પર ડૉક્ટરના આવવાની રાહ જોતા તેમના ખેલાડીએ જાણી જોઈને બોલને મેદાનની બહાર ફેંકી દીધો હતો. જોકે, ગેબોનના ખેલાડીઓએ રમત ચાલુ રાખી અને એલેવિનાહની કિકથી ઘાનાના ગોલકીપર જોજો વોલકોટને સ્તબ્ધ કરી દીધા. ઘાનાના કેપ્ટન આયુએ મેચ બાદ કહ્યું હતું કે, ‘તેણે ખૂબ જ ખરાબ માનસિકતા દર્શાવી છે. અમે તેમનાથી ખૂબ જ નિરાશ છીએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો