IPL 2020: એવા ખેલાડી જે આ સીઝનમાં પોતાના કેપ્ટનથી પણ કરશે વધુ કમાણી

યુએઈમાં 19 સપ્ટેમ્બરથી લોકપ્રિય ટી20 લીગ આઈપીએલ 2020ની ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે. કોરોના કાળ વચ્ચે આ ટુર્નામેન્ટ શરૂ થતા ક્રિકેટ ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટની પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ(MI) અને ચેન્નઈ સુપરકિંગ્સ(CSK) વચ્ચે રમાશે. આપને જણાવી દઈએ કે આ ટુર્નામેન્ટમાં રમનારા કેટલાક ખેલાડી એવા છે જે તેમની ટીમના કેપ્ટનથી પણ વધુ સેલેરી લે છે.
મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર જે 7 કરોડ રૂપિયામાં ટીમ સાથે જોડાયો છે. જો કે, તેની ટીમમાં ઘણા એવા ખેલાડી છે જે તેના કરતા વધુ સેલેરી લે છે. જેમાં પહેલું નામ છે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું…જેને 15 કરોડમાં શામેલ કરવામાં આવ્યો છે. રિષભની આ મૂડી રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીના બરાબર છે. આ સિવાય કિંગ્સ ઇલેવન પંજાબનો પૂર્વ કેપ્ટન આર અશ્વિન આ સીઝનમાં દિલ્હી કેપિટલ્સમાં શામેલ થયો છે. તેણે પ્રી-સીઝન ટ્રેડ વિંડોમાં દિલ્હીએ 7.60 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો છે. અશ્વિન પણ અય્યર કરતા વધારે પગાર મેળવશે.
ઉપરાંત, દિલ્હી કેપિટલ્સમાં શામેલ શેમરોન હેટમાયર પણ કેપ્ટન શ્રેયસ અય્યર કરતા વધુ રૂપિયા લે છે. હેટમાયર 7.75 કરોડ રૂપિયામાં ટીમમાં શામેલ થયો છે. બીજી તરફ કોલકાતા નાઇટ રાઇડર્સ(KKR)ની વાત કરીએ તો કેપ્ટન દિનેશ કાર્તિકને 7.40 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. જ્યારે ઓક્શનમાં રિકોર્ડ કિંમત પર બોલર પેટ કમિંસને 15.50 કરોડ રૂપિયામાં શામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય આંદ્રે રસેલને ટીમ આ સીઝનમાં 8.50 કરોડ રૂપિયા આપશે.
આ વીડિયો પણ જુઓ: લડાખના ફિંગર ક્ષેત્રમાં 100-200 રાઉન્ડ ફાયરિંગ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન