ખામીયુક્ત ઈવીએમ અને વીવીપાટના મુદ્દે કોંગ્રેસે કરી હાઈકોર્ટમાં અરજી - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ખામીયુક્ત ઈવીએમ અને વીવીપાટના મુદ્દે કોંગ્રેસે કરી હાઈકોર્ટમાં અરજી

ખામીયુક્ત ઈવીએમ અને વીવીપાટના મુદ્દે કોંગ્રેસે કરી હાઈકોર્ટમાં અરજી

 | 10:20 pm IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વપરાનારા ઈવીએમ અને વીવીપાટમાંથી હજ્જારો ઈવીએમ ખામી ભરેલા હોવાનું બહાર આવતા તેના સ્થાને નવા ઈવીએમનો ઉપયોગ કરવામા આવે તેવી દાદ માંગતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ગુજરાત હાઈકોર્ટમાં  કહેવામાં આવ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે ઈવીએમ અને વીવીપાટનો ઉપયોગ થવાનો છે તેમાંથી અનેક 14 થી 15 વર્ષ જૂના ઈવીએમ અને વીવીપાટ છે. આ પ્રકારના ઈવીએમમાં ટેમ્પરિંગની શક્યતા છે. ઈવીએમના ચેકિંગમાં પણ ચૂંટણીપંચની ગાઈડલાઈનનો ભંગ થયો છે. આથી આ ચૂંટણીમાં નવા ઈવીએમનો ઉપયોગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

આ મામલેચૂંટણીપંચે એવો જવાબ રજૂ કર્યોો હતો કે જે ખામીયુક્ત ઈવીએમ મળ્યાં તે દૂર કરી દેવામાં આવ્યા છે.  રાજય ચુંટણી પંચે શુક્રવારે જવાબ રજૂ કર્યો હતો કે કુલ ૪૦૬૬ વીવીપેટ અને ૩૦૫૦ બેલેટ યુનિટ ખામી યુકત હતા તેને હટાવી લેવામાં આવ્યા છે. જેની સામે કોંગ્રેસે એવી દલીલ કરી કે ચુંટણીમાં ૧૪ થી ૧૫ વર્ષ જુના ઇવીએમનો ઉપયોગ થાય છે તેથી તેમા ચેડા થવાની શકયતા રહેલી છે. તેથી નવા ઇવીએમનો ઉપયોગ થવો જોઇએ.

જોકે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કોંગ્રેસને ટકોર કરી હતી કે અરજદાર મતલબ વગરના મુદ્દા પર દલીલો કરે છે. આવી દલીલો કર્યા કરતા લોકો વચ્ચે જઈ પ્રચાર કરો. આવી અરજીથી પબ્લીસિટીની ઈચ્છા સફળ નહી થાય. જો કે આ મુદ્દે વધુ સૂનાવણી 22 નવેમ્બરના રોજ કરાશે તેમ જણાવ્યું હતું.