'Please arrange to see if your sister has died a while ago'
  • Home
  • Bhavnagar
  • ‘થોડીવાર પહેલા બહેનનું અવસાન થયું છે તેનું મો જોવાની વ્યવસ્થા કરી આપો’, ઘોંઘાટ અને રોકકળ સંભળાયા પછી…

‘થોડીવાર પહેલા બહેનનું અવસાન થયું છે તેનું મો જોવાની વ્યવસ્થા કરી આપો’, ઘોંઘાટ અને રોકકળ સંભળાયા પછી…

 | 7:55 am IST

ક્વોરન્ટાઈન હેઠળનાં લોકોને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલ સાઇલોજીકલ વેલનેસ હેલ્પલાઇનના મનોતજજ્ઞા દ્વારા ક્વોરન્ટાઇન હેઠળનાં એક વ્યક્તિને તેમની મનોસ્થિતિ જાણવા માટે કોલ કરવામાં આવ્યો હતો. ફોન કરતાની સાથે સામેથી ઘોંઘાટ અને રોકકળ સંભળાઇ હતી.

તજજ્ઞા દ્વારા આ અંગે પૂછપરછ કરતાં સામે ફેન પર જે બહેન હતા તેમણે જણાવ્યુ હતું કે, ‘તેમનાં નણંદનું થોડીવાર પહેલા અવસાન થયું છે. જેથી આખો પરિવાર શોક મગ્ન છે.’ ફેન પરનાં તજજ્ઞાએ જો શક્ય હોય તો તેમનાં પતિ સાથે વાત કરાવવા વિનંતી કરી હતી. થોડીવાર બાદ તેમનાં પતિએ રડતા રડતા આ મનોતજજ્ઞાને પોતાની વાત જણાવતા કહ્યુ હતું કે, ‘થોડીવાર પહેલા જ મારી બહેનનું અવસાન થયુ છે. ગમે તે થાય મારે તેની અંતિમ વિધિમાં છેલ્લી વખત તેનું મોઢું જોવા જવું છે. મહેરબાની કરી કંઇક વ્યવસ્થા કરાવી આપો.’

આ સાંભળી ફ્રજ પરનાં તજજ્ઞાએ તે વડીલને યાદ કરાવ્યુ હતું કે, ‘આપણે શાળામાં ભણતા ત્યારે પ્રતિજ્ઞાા બોલતા એ તમને યાદ છે ?’ સામા માણસે આશ્ચર્ય સાથે કહ્યુ હતું કે, ‘આવા સમયે આવુ કેમ પૂછો છો ?’ ત્યારે તજજ્ઞાએ તેમને આગ્રહ સાથે આ પ્રતિજ્ઞાાની બે લાઇન બોલાવા જણાવ્યું હતું. સામેથી વ્યક્તિ બોલ્યા કે, ‘ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઇ બહેન છે.’

આથી તજજ્ઞાએ જણાવ્યું હતું કે, ‘આ પ્રતિજ્ઞાા તમે જ લીધી હતી ને કે બધા ભારતીયો મારા ભાઇ બહેન છે. તો તમારા એક બહેનનું અવસાન થયું છે. તેના માટે તમારા લાખો દેશવાસી ભાઇ-બહેનોને તમે જોખમમાં મુકશો શું આ યોગ્ય છે ? જો આમ છતાં આપ જવા ઇચ્છતા હોય તો આપના વતી તંત્રને મંજુરી માટે અનુરોધ કરીશું. આપ અમને જણાવજો.’

આ વાત થયાની થોડી જ વારમાં સામેથી તે વ્યક્તિનો ફેન તજજ્ઞા પર આવ્યો અને તેમણે જણાવ્યું કે ‘આપની વાત થયા બાદ મને આપની વાત સમજાઇ છે. હું મારા અંગત સ્વાર્થ માટે મારા પરિવાર અને લાખો દેશવાસીઓનો જીવ જોખમમાં મૂકું તે યોગ્ય નથી. મેં નિર્ણય કર્યો છે. હવે હું મારી બહેનની અંતિમ વિધિમાં જઇશ નહીં અને તેને અહીંથી જ શ્રદ્ધાંજલિ આપીશ મારી બહેન માટે તે જ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.’ આમ કહીને તેમણે ભારે હૃદયે તંત્રનો આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન