Please know what the difference between love and lust
  • Home
  • Featured
  • લવ અને લસ્ટમાં શુ ફરક છે જાણવા કરો એક ક્લિક

લવ અને લસ્ટમાં શુ ફરક છે જાણવા કરો એક ક્લિક

 | 11:00 am IST

યૂથ કોર્નર । અર્જુનસિંહ કે. રાઉલજી

લવ અને લસ્ટ – એ એક જ સિક્કાની બે બાજુ જેવું છે. એ બંને આપણી જરૂરિયાત છે. લવ એક પ્રકારનો આંતરીક અહેસાસ છે. જ્યારે લસ્ટ પ્યારની સાથે સાથે એક પ્રકારનું ખેંચાણ પણ છે. લવ મનની ભાવનાઓ સાથે જોડાય છે અને સમયની સાથે સાથે વધુને વધુ મજબૂત બને છે. લવની અનુભુતિ વરસોવરસ રહે છે જ્યારે લસ્ટ ક્ષણિક છે અને સ્વાર્થ પતી ગયા પછી ભૂલાઇ પણ જાય છે.

ફ્લ્મિો ‘શુદ્ધ દેશી રોમાન્સ’, ‘બેફ્ક્રિે’, ‘ઓકે જાનુ’ ‘વજહ તુમ હો’ વગેરે ફ્લ્મિો જોયા પછી પ્યારના નામે પીરસવામાં આવતો મસાલો, લવ, ઇમોશન્સ, ઇજ્જતથી ઉપર માત્ર ‘લાસ્ટખ્ એટલે કે સેક્સ કે કામુકતાની આસપાસ બતાવવામાં આવે છે. યુવક યુવતીની મુલાકાત થઇ, થોડીઘણી વાતચીત થઇ, અને એ સબંધ બેડરૂમ સુધી પહોંચી ગયો. આજની બધી જ લવસ્ટોરી ધરાવતી ફ્લ્મિોથી લઇને આપણા દૈનિક જીવનમાં પણ આવું જ બધું જોવા મળે છે. એ સાચું છે કે ફ્લ્મિો સમાજનો અરીસો છે અને નિર્માતા નિર્દેશકો માને છે કે આજની જનરેશન આ વાત જ સ્વીકારે છે.

આજના યૂથ માટે પ્યારની પરિભાષા બદલાઇ ગઇ છે. આજથી કેટલાંક વરસો પહેલાં પ્યારનો અર્થ એક અહેસાસ હતો તેને આજે ખોટો અને જૂની માનસિકતામાં ખપાવવામાં આવે છે. આવા સંજોગોમાં સામંજસ્ય ન સ્થપાવાની સ્થિતિમાં આવા સબંધો તોડવા હવે ખૂબ સરળ બની ગયું છે અને યુથ હવે તો લીવ ઇન રિલેશનશિપને વધારે યોગ્ય માનવા લાગ્યા છે, કારણ કે લગ્ન પછી જો કોઇ સમસ્યા ઊભી થાય છે, તો તેવા સંજોગોમાં કાયદેસર રીતે અલગ થવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ એ સાચું છે કે દરેક સિક્કાની બે બાજુઓ હોય છે -એક સારી અને એક ખરાબ – એ ના ભૂલવું જોઇએ.

વાસ્તવમાં અસલ જીવનમાં જ્યારે યુવક યુવતીઓ મળે છે તો તેમને એ સમજવું મુશ્કેલ હોય છે કે તેઓ લવમાં જીવે છે કે લસ્ટમાં…! ક્યારેક ક્યારેક તેઓ એમ સમજે છે કે તેઓ લવમાં જીવે છે પણ હકીકતમાં તેમની વચ્ચે માત્ર અને માત્ર લસ્ટ જ હોય છે. જ્યાં સુધી તેઓ આ વાત સમજે – વાસ્તવિકતા સમજે ત્યાં સુધી તો ઘણું મોડું થઇ ગયું હોય છે અને કદાચ સબંધ તૂટી પણ ગયો હોય છે.

જાણકારોનું માનો તો વાસ્તવમાં જ્યારે યુવક યુવતી પહેલીવાર મળે છે ત્યારે તેમની વચ્ચે કોઇ જ લવ હોતો નથી -માત્ર લસ્ટ જ હોય છે. જે પછીથી પ્યારમાં પરિર્વિતત થઇ લવ બની જાય છે. પછીથી એકબીજાને પસંદ કરતાં કરતાં એકબીજામાં ઓતપ્રોત થઇ જાય છે. એમએનસીમાં કામ કરતી મીના કહે છે કે તે શરૂઆતમાં રાકેશને ખૂબ જ પ્યાર કરતી હતી તેઓ બંને એક ફેમિલી ફ્ંક્શનમાં મળ્યાં હતાં. લગભગ એક વર્ષ પછી તેણે તેને પોતાના ઘેર બોલાવી. તે દિવસે તેના ઘરમાં બીજું કોઇ નહોતું એટલે તેમણે તેમની તમામ મર્યાદાઓ તોડી નાખી. પછી તો જ્યારે જ્યારે સમય મળતો ત્યારે એ લોકો આ રીતે જ મળતાં રહ્યાં. પરંતુ જ્યારે મીનાએ રાકેશને લગ્નની વાત કરી ત્યારે તેણે એ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તે થોડા દિવસમાં જ તેનાં માતાપિતાને આ વાત કરશે અને લગ્નનું નક્કી કરશે.

જ્યારે તે વતનમાં ગયો પોતાનાં માતાપિતાને મળવા તો પછી તેણે ન તો તેનો ફેન ઉપાડયો, ના તેણે ફેન કર્યો, ના કોઇ જવાબ આપ્યો. .તે વડોદરા પાછો આવ્યો ત્યારે તેની સાથે તેની નવવિવાહિતા પત્ની હતી. આ જાણીને મીના આશ્ચર્યચકિત થઇ ગઇ અને આ માટેનું કારણ પૂછયું તો તેણે હસીને જવાબ આપ્યો કે તેનાં માતાપિતાએ બળજબરીથી તેનાં લગ્ન કરાવી દીધાં -મીનાના પગ નીચેથી ધરતી સરકી ગઇ. તે બિચારી કરી પણ શું શકે ? રાકેશે તો કહ્યું કે તે હજુ પણ તેને પ્રેમ કરે છે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી તેની સાથે અવશ્ય લગ્ન કરશે. પરંતુ આ વાતને પણ વરસો નીકળી ગયાં – હજુ સુધી આ વાતનું કોઇ સમાધાન નથી થયું…! વાસ્તવમાં તો મીનાએ સમજી જવાની જરૂર હતી કે આ લવ નહીં પણ લસ્ટ હતો. કારણકે જો તેમની વચ્ચે સાચો પ્રેમ હોત તો રાકેશ કોઇપણ પ્રકારના દબાવમાં ક્યારેય લગ્ન ના કરત.

આ બાબતમાં મેરેજ કાઉન્સિલર ડો. મનોજ ચૌહાણનું કહેવું છે કે યુવક-યુવતી વચ્ચેનો સબંધ ત્યાં સુધી જળવાઇ રહે છે જ્યાં સુધી તેઓ એકબીજાને ખુશી આપી શકે…! પ્યારમાં પણ પૈસા જરૂરી છે જે માત્ર ૧૫% જ ખુશી આપી શકે છે. તેથી વધારે નહીં. પ્યાર પણ ઘણા પ્રકારનો હોય છે. રોમેન્ટિક પ્યાર જે સૌથી વધારે ઉત્તમ અને શ્રેષ્ઠ ગણાય છે. જેનાં ઉદાહરણ રોમિયો-જુલિયટ, હીર-રાંઝા, લૈલા-મજનુ વગેરેની વાર્તાઓમાં જોવા મળે છે. સ્ત્ર્રીઓ મોટાભાગે લવને જ મહત્ત્વ આપે છે. જ્યારે પુરુષો માટે તો મોટાભાગે લવ એ લસ્ટ જ હોય છે. લગભગ ૭૫થી ૮૦% સ્ત્ર્રીઓ લવ અને લસ્ટને ઇન્ટરલિંક્ડ માને છે. મહિલાઓ સામાન્ય રીતે મોનોગેમિક નેચરની હોય છે જ્યારે પુરુષોનો નેચર પોલિગેમિક હોય છે. એક સ્ત્ર્રી એક વરસમાં એક જ બાળક પેદા કરી શકે છે જ્યારેપુરુષ ૧૦૦ બાળકોને જન્મ આપી શકે છે.

આકર્ષણ પછી પણ લવ થઇ શકે છે પણ જ્યારે આકર્ષણ હોય છે ત્યારે તેમાં દૈહિક આકર્ષણ જ હોય છે. આ બધી ક્રિયાઓ આપણા મગજ દ્વારા જ કન્ટ્રોલ થાય છે.

આથી પણ આગળ કહેવાય છે કે બધું જ દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. એવું જોવામાં આવ્યું છે કે લગ્ન પછી પણ કેટલીક યુવતીઓમાં શારીરિક સબંધો વિશે ખોટી માન્યતાઓ હોય છે. જેના કારણે જ તેઓ પોતાના સબંધો બગાડી નાખે છે અને કેટલીક વખત તો વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે.

લવ મનની ભાવનાઓ અને લાગણીઓ સાથે જોડાય છે. છતાં તેની સાથે લસ્ટ પણ જોડાય જ છે. લવ એક માનસિક જરૂરિયાત દર્શાવે છે, તો લસ્ટ શારીરિક જરૂરિયાત દર્શાવે છે. કેટલીક વખત સ્ત્ર્રીઓ માત્ર લસ્ટનો જ અનુભવ કરે છે -લવનો નહીં…! જેના કારણે જ તેઓ રિયલ પ્યારની શોધમાં લગ્નેતર સબંધોની માયાજાળમાં ફ્સાઇ જાય છે. આમાંથી કોઇ પણ એકની ક્ષતિ પણ તમારો સબંધ ખરાબ કરી શકે છે. લવમાં સેક્સ્યુઅલ કેપેબિલિટી હોવી પણ ખૂબ જરૂરી છે. રિલેશનશિપમાં રહેવું ખોટું નથી પરંતુ તેમાં સાચી વિચારસરણી ધરાવનાર જ સફ્ળ જીવનસાથી બની શકે છે. લવ અને લસ્ટ વિશે ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલે છે પહેલી નજરનો પ્યાર જેને કહેવાય છે એ શું માત્ર લસ્ટ જ હોય છે…! શું યોગ્ય છે -લવ કે લસ્ટ..? આવો આપણે તેની વચ્ચેનો તફવત સમજીએ—-

  • લવ એ એક પ્રકારનો આંતરિક અહેસાસ છે જ્યારે લસ્ટ પ્યારની સાથે સાથે એક શારીરિક આકર્ષણ પણ છે.
  • લવમાં એકબીજા પ્રત્યે માન-સમ્માન, ઇજ્જત, ઇમાનદારી, વિશ્વસનીયતા, આપસી સામંજસ્ય વગેરે વધારે હોય છે પરંતુ લસ્ટમાં ચાહત, પેશન, અને ઊંડા ઇમોશન્સ હોય છે.
  • લવમાં એક વ્યક્તિ બીજાની ખુશીને વધારે મહત્ત્વ આપે છે જ્યારે લસ્ટ માત્ર થોડોક સમય જ ખુશી આપે છે.
  • લવ કંઇક આપવામાં વિશ્વાસ રાખે છે જેમાં વ્યકતિ સુરક્ષાનો અનુભવ કરે છે. જ્યારે લસ્ટમાં અર્જનશીલતા વધારે હોય છે તેના કારણે અસુરક્ષાનો ભાવ જાગે છે.
  • લવ સમયની સાથે સાથે વધારે મજબૂત બને છે જ્યારે લસ્ટનો પ્રભાવ સમયની સાથે ધીરેધીરે ઘટતો જાય છે.
  • લવની અનુભૂતિ વરસોવરસ રહે છે જ્યારે લસ્ટ કામ પૂરું થયા પછી ભૂલી પણ જવાય છે.
  • લવ અનકન્ડિશનલ હોય છે જ્યારે લસ્ટમાં વ્યક્તિ માત્ર પોતાની ખુશી જ જુએ છે. જો કે કેટલીકવાર લસ્ટ લવમાં ફેરવાઇ જાય છે અને તે લસ્ટની સાથે જ સમાંતર ચાલે છે. લાંબા ગાળા પછી લસ્ટનું અસ્તિત્વ રહેતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન