Pleasures Of Food And Sex Are Simply Divine, Carlo Petrini Book Terrafutura : Pope Francis
  • Home
  • World
  • સ્વાદિષ્ટ ભોજન અને સેક્સને લઈને પોપ ફ્રાંસિસના નિવેદનથી દુનિયા આખીમાં ચકચાર

સ્વાદિષ્ટ ભોજન અને સેક્સને લઈને પોપ ફ્રાંસિસના નિવેદનથી દુનિયા આખીમાં ચકચાર

 | 9:25 pm IST

ઈસાઈ ધર્મનાના સર્વોચ્ચ ધર્મગુરૂ પોપ ફ્રાંસિસના એક નિવેદને દુનિયાભરમાં ભારે ચકચાર જગાવી છે. તેમણે એક એકદમ વિચિત્ર દાવો કરતા સેક્સ અને ભોજનને દિવ્ય આનંદ ગણાવ્યા હતાં. જો કે, પોપનું આ નિવેદન બુધવારે પ્રકાશિત થયેલ પુસ્તકને આપેલા તેમના ઇન્ટરવ્યુનો એક ભાગ છે. પુસ્તકમાં આપેલા ઇન્ટરવ્યુમાં પોપે કહ્યું છે કે સારી રીતે રાંધેલો ખોરાક અથવા સેક્સથી મળનારો આનંદ ‘દૈવી’ છે.

પોપે ફ્રાંસિસે ઇટાલિયન લેખક સાથીની વાતચીતમાં કહ્યું હતું કે, ‘કોઈ પણ પ્રકારનો આનંદ આપણને ઈશ્વર તરફથી પ્રત્યક્ષ રૂપથી મળે છે. તે ના તો કેથોલિક હોય છે કે ના ઈસાઈ, ના તો કંઈ બીજું. તે આનંદ માત્ર દિવ્ય હોય છે. તેમને આ નિવેદન ઈટાલીના પત્રકાર અને ફૂડ ક્રિટિક કાર્લો પેટ્રિનીના પુસ્તકમાં ટેરાફ્યૂચર કે ફ્યૂચર અર્થ માટે આપેલા ખાસ ઈન્ટરવ્યુમાં આપ્યું હતું.

પોપે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ચર્ચે હંમેશાં અમાનવીય, ક્રૂર, અશ્લીલ આનંદની નીંદા કરી છે, પરંતુ બીજી તરફ માનવીય, સરળ અને નૈતિક આનંદને સ્વીકાર્યો છે. ભગવાનની નજરમાં, એવી ઇર્ષ્યાપૂર્ણ નૈતિકતા માટે કોઈ સ્થાન નથી જે સુખનો ઇનકાર કરે છે. તેમણે કહ્યું હતું કે, ચર્ચમાં આ બાબતોનું પાલન ઘણા સમય પહેલા કરવામાં આવ્યું હતું, પરંતુ ધીરે ધીરે ખ્રિસ્તીઓના આ સંદેશનો ખોટો અર્થ કાઢવા લાગ્યા.

પોપે ફ્રાંસિસે કહ્યું હતું કે, ખાવાનો આનંદ તમને સ્વસ્થ રાખે છે, બસ એ જ રીતે જેમ કે યૌન સુખ–જાતીય આનંદ પ્રેમને વધારે સુંદર બનાવે છે. તેનાથી વિભિન્ન પ્રજાતિઓનું અસ્તિત્વ રાખે છે. વિરોધી વિચારોએ બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે, જેને આજે પણ કેટલાક કિસ્સાઓમાં હજી પણ ભારપૂર્વક અનુભવી શકાય છે. પોપે કહ્યું, ખાવાનો આનંદ અને જાતીય આનંદ ભગવાન તરફથી મળે છે. પોપે તેમના નિવેદનના સમર્થનમાં બેબેટ્સ ફિસ્ટ નામની ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પોપનો આ ઇન્ટરવ્યૂ ટેર્રાફ્યૂચર નામના પુસ્તકમાં છપાયો છે. આ પુસ્તકના લેખક પેટ્રેની છે. આ ઇન્ટરવ્યુ પોપના વાતાવરણ અને સામાજિકતા પ્રત્યેના વલણને જાણવા માટે કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન