PLI scheme approved for manufacturing of Air Conditioner-LED
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • મોદી સરકારના આ નિર્ણયથી 4 લાખ લોકોને મળશે રોજગાર, જાણો સમગ્ર યોજના

મોદી સરકારના આ નિર્ણયથી 4 લાખ લોકોને મળશે રોજગાર, જાણો સમગ્ર યોજના

 | 8:52 am IST
  • Share

કેન્દ્ર સરકારે બુધવારે એર કંડીશનર(Air Conditioner) અને એલઇડી લાઈટ્સ(LED Lights)ની માટે 6,238 કરોડના ખર્ચે પ્રોડક્શન બેસ્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મેન્યુફેક્ચરીંગને વેગ મળશે

આ દરમિયાન વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે કહ્યું હતું કે એસી અને એલઈડી માટેની પી.એલ.આઇ. યોજનાની મંજૂરી મળતાં આ ક્ષેત્રોમાં ઘરેલું ઉત્પાદન વધુ મજબૂત બનશે. તેનું ઉદ્દેશ્ય સંબંધિત ક્ષેત્રની અક્ષમતાઓને દૂર કરીને, ખર્ચમાં ઘટાડીની સાથે સાથે દક્ષતા સુનિશ્ચિત કરીને દેશમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક મેન્યુફેક્ચરીંગ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે.

સંપૂર્ણ મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવવા અને ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનનું અભિન્ન ભાગ બનાવવાના ઉદ્દેશ્યથી આ યોજના તૈયાર કરવામાં આવી છે. આનાથી વૈશ્વિક રોકાણો આકર્ષિત થવાની, મોટી સંખ્યામાં રોજગારની તકો ઉત્પન્ન થવાની અને નિકાસમાં સતત વધારો થવાની અપેક્ષા છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘પી.એલ.આઈ. યોજના અંતર્ગત એર કંડિશનર અને એલઈડી લાઈટના ઉત્પાદન સાથે જોડાયેલ કંપનીઓને આવતા પાંચ વર્ષ દરમિયાન ભારતમાં ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ પર 4 થી 6 ટકાના દરે વધારો થશે.

આ રીતે કંપનીઓને લાભ મળશે

આ માટે, કંપનીઓની પસંદગી તે પાર્ટ્સ અને ઈક્વિપમેંન્ટના ભાગના સબ અસેન્બલિંગને પ્રોત્સાહન દેવાના આધારે કરવામાં આવશે, જેને હાલમાં ભારતમાં પૂરતી ક્ષમતા સાથે બનાવવામાં આવતી નથી નિવેદન અનુસાર, તૈયાર વસ્તુને માત્ર એસેમ્બલ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમા કહેવામાં આવ્યું છે કે, વિવિધ ટાર્ગેટ એરિયા માટે પ્રી એલિજિજીબિલીટી ક્રાઈટેરિયાને પુરા કરનાર કંપનીયો યોજનામાં ભાગ લેવા માટે યોગ્ય માનવામાં આવશે. જૂના અને નવા પ્રોજેક્ટમાં રોકાણ કરનાર કંપનીઓ પણ પ્રોત્સાહન યોજના યોગ્ય માનવામાં આવશે. પ્રોત્સાહનનો દાવો કરવા માટે આધાર વર્ષ નિર્મિત વસ્તુઓ સંન્દર્ભમાં રોકાણ અને વેચાણમાં વૃદ્ધીની શરતોને પુરી કરવી પડશે.

4 લાખ લોકોને રોજગાર મળશે

આશા છે કે, આ યોજના એસી અને એલઇડી લાઇટ બિઝનેસમાં હાઈ ગ્રોથ રેટ પ્રાપ્ત કરવા, ભારતમાં સહાયક ભાગોનું સંપૂર્ણ વાતાવરણ વિકસાવવા અને ભારતમાં ઉત્પાદનના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કંપનીઓને તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે. એક અંદાજ મુજબ, આગામી 5 વર્ષમાં યોજનામાંથી 7,920 કરોડ રૂપિયાનું વધારાનું રોકાણ, 1,68,000 કરોડ રૂપિયાનું ઉત્પાદન, રૂ. 64,4૦૦ કરોડના માલની નિકાસ, રૂ.49,3૦૦ કરોડની સીધી અને પરોક્ષ આવક સાથે સીધી અને પરોક્ષ આવક 4 લાખ રોજગારની તકો ઉભી થશે. ગોયલે જણાવ્યું હતું કે યોજનાથી, એસીમાં 25 થી 75 ટકા જ્યારે એલઇડી લાઈટમાં 40 થી 45 ટકા મૂલ્યનો ઉમેરો થશે.

આ વીડિયો પણ જૂઓ: સુરતમાં સરકારી કર્મચારીને લૂંટનાર ઝડપાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન