PICS: સુંદર છે, બુદ્ધિશાળી છે, તોય પાગલખાનામાં છે - Sandesh
  • Home
  • World
  • PICS: સુંદર છે, બુદ્ધિશાળી છે, તોય પાગલખાનામાં છે

PICS: સુંદર છે, બુદ્ધિશાળી છે, તોય પાગલખાનામાં છે

 | 3:28 pm IST

વિશ્વ અતિ ક્રૂર સરમુખત્યારોમાં ઉઝબેકિસ્તાનના પ્રમુખ સ્વ. ઇસ્લામ કરીમોવનો પણ સમાવેશ થાય છે. 1922માં ઉઝબેકિસ્તાનના જન્મથી 2 સપ્ટેમ્બર 2016એ મૃત્યુ પામ્યા ત્યાં સુધી તેઓ ઉઝબેકિસ્તાનના પ્રમુખપદે રહ્યા હતા..તેમને તેમની સત્તા માટે જો કોઈ પડકાર હોય તો તે તેની ખૂબસુરત પૉપ સિંગર દીકરી હતી. બે વર્ષ અગાઉ પુત્રી ગુલનારા અચાનક ગુમ થઈ ગઈ હતી. જ્યારે ઇસ્લામ મૃત્યુ પામ્યો તો પણ ગુલનારાનો કોઈ પતો ન હતો. તાનાશાહની મોત બાદ લાગ્યું કે હવે તેની દીકરી બહાર આવશે. પણ તે આવી નહીં. હવે જાણવા મળ્યું છે કે 44 વર્ષની ગુલનારા કરીમોવને પાગલખાનામાં ગોંધી રાખવામાં આવી છે. આ કામ કર્યું છે ઉઝબેકિસ્તાનના વર્તમાન પ્રમુખે.

ઇસ્લામ કરીમોવનું સ્થાન લેનાર શૌકત મિર્જિયોવે તેને મેન્ટલ ઇન્સ્ટિટ્યુટમાં ગોંધી રાખી છે. તેનું કારણ સત્તા છે. જે કામ ગુલનારાના તાનાશાહ બાપે કર્યું તે જ શૌકત કરી રહ્યો છે. કારણ કે ગુલનારા રાષ્ટ્રપ્રમુખ બનાવા માટે પ્રબળ દાવેદાર હતી. ઇસ્લામના મૃત્યુના થોડા સમય બાદ જ તેને કેદ કરી દેવામાં આવી હતી.

એક સમય હતો જ્યારે ગુલનારા કરીમોવ સૌથી અમીર મહિલાઓ પૈકી એક હતી. 2000માં હાર્વર્ડમાં અભ્યાસ પૂર્ણ કરનારી ગુલનારા વિદેશી બાબતોની સલાહકાર બની હતી. નાયબ વિદેશપ્રધાનપદે પણ રહી ચુકી છે. પોપ સ્ટાર બનીને તે આખા ઉઝબેકિસ્તાનમાં છવાઇ ગઇ હતી. સુંદરતા એવી કે લોકો તેને રાજકુમારી કહેતા હતા. એક સમય હતું જ્યારે તેનું કરિયર ચમકી રહ્યું હતુ. પૉપ સ્ટાર સાથે તે કેટવોક મોડેલ, સોશ્યલિસ્ટ અને ડિપ્લોમેટ પણ હતી.  ગુલનારા પોતાને ‘એગ્ઝોટિક ઉઝ્બેકિસ્તાન બ્યૂટી’ કહેતી હતી. પરંતુ મેન્ટલ ઇન્સ્ટિટ્યુટમાં બંધ કરીને તેની પ્રમુખ બનાવાની દાવેદારીને ખતમ કરી દેવામાં આવી. આટલું જ નહીં, બાપની અંતિમવિધિમાં પણ સામેલ ન થવા દેવાઇ. કારણ કે શૌકતને ડર હતો કે ક્યાંક બાપની અંતિમ વિધિમાં આવી ગુલનારા તેનો ખેલ ન બગાડી દે.

2013માં સિક્રેટ સર્વિસના વડાએ ગુલનારા વિરુદ્ધ તેના પિતાને સેમી ન્યૂડ તસવીરો આપી હતી. . સાથે એક ડોઝિયર પણ આપ્યું જેમાં ગુલનારાના ફાઇનાન્સ કરપ્શનની જાણકારી હતી. આ જોઇને ઇસ્લામનો ગુસ્સો ભડક્યો. એશ ટ્રે ઉઠાવી અને તસવીરો દેખાડનાર સિક્રેટ સર્વિસ ચીફના મોઢા પર વાર કર્યો હતો. ઇસ્લામે ગુલનારાને બોલાવી અને થપ્પડ મારી હતી. . આ તસવીરોમાં એક તસવીર હતી જેમાં ગુલનારાએ મોરના પીછા શરીર પર મુક્યા હતાં. આ સિવાય કંઇ પહેર્યું ન હતું. આ ફોટોશૂટથી ઇસ્લામનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો.

ભ્રષ્ટાચારના આરોપોના લીધે ગુલનારાને એક વર્ષ ઘરમાં બંધ કરી દેવામા આવી. અમેરિકા અને સ્વિત્ઝરલેન્ડમાં તેની વિરુદ્ધ મની લોન્ડ્રિંગના કેસની તપાસ થઇ. કહેવાય છે કે ગુલનારા 53 અરબ રૂપિયા વાળા ટ્રસ્ટની માલિક હતી

ગુલાનારાની એક 18 વર્ષની પુત્રી છે. એક પુત્ર પણ છે જે વકીલ છે પણ બહુ જાણીતો નથી. બ્રિટેનમાં રહે છે. ગુલનારા અને તેની પુત્રીને વર્ષ 2014 બાદ ક્યાંય દેખાયા નથી.   તેમના પર સ્કેડિનેવિયાન અને રશિયન ટેલિકોમ કંપની તરફથી મોટી રકમ અને શેર લેવાના આરોપ પણ લાગ્યાં હતાં. અમુક મહિનાઓ પહેલા પનામા પેપર લિક્સમાં તેમનું નામ પણ સામે આવ્યું હતુ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન