મુન્દ્રા: મહિલાને છરી બતાવી પોલીસે ગુજાર્યો બળાત્કાર - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • મુન્દ્રા: મહિલાને છરી બતાવી પોલીસે ગુજાર્યો બળાત્કાર

મુન્દ્રા: મહિલાને છરી બતાવી પોલીસે ગુજાર્યો બળાત્કાર

 | 8:00 pm IST

મુન્દ્રા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ સામે દુષ્કર્મ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વિધવા મહિલાએ નોંધાવી છે. ર૦૧૬થી ર૦૧૭ સુધી મહિલાને છરીની અણીએ ડરાવીને વિવિધ સ્થળે લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ છેલ્લા લાંબા સમયથી વિવાદમાં રહેલા એએસઆઈ તેમજ આ મહિલા વચ્ચે અનેક ખટરાગો તેમજ અરજીઓ પોલીસ મથકે થઈ હતી. જેમાં ચાર માસ અગાઉ મહિલાએ તેના પતિની હત્યાનો આક્ષેપ પણ આ એએસઆઈ પર કર્યો હતો. જોકે, મહિલાએ કરેલી હત્યાની અરજીમાં મહત્ત્વની કડી પોલીસને મળી ન હતી. ત્યારે તેણે જમાદારે તેના પર એક વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મુન્દ્રા પોલીસ મથકે આપતાં પોલીસ બેડા સહિત મુન્દ્રા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મુન્દ્રા પોલીસ મથકે વિધવા મહિલાએ ફરિયાદ આપી હતી કે, મુન્દ્રા મરીન પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા કનૈયાલાલ ફફલે તા.૧૧/૧૦/૧૭ થી એક વર્ષ અગાઉ વિધવા મહિલાના ઘરે તથા કનૈયાલાલની લુણીની સીમમાં આવેલી વાડી પર છરી બતાવી તેના દીકરા અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૩૭૬(ર)(એન) અને પ૦૬(ર) મુજબની કલમો તળે ગુનો નોંધી મુન્દ્રા પોલીસ ઈન્સ્પેક્ટર એમ.જે.જલુએ તપાસ હાથ ધરી છે.

છેલ્લા એક વર્ષ સુધી એએસઆઈ દ્વારા ધમકી આપીને મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. તદ ઉપરાંત આ મહિલાના પતિનું થોડા સમય અગાઉ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જે મોત અંગે પણ વિધવા મહિલાએ ફરિયાદ આપી હતી કે, કનૈયાલાલ ફફલ જે મુન્દ્રા મરીન પોલીસમાં જમાદાર તરીકે ફરજ બજાવે છે તેણે મારા પતિને મારી નાખીને સમગ્ર કેસને માર્ગ અકસ્માતમાં ખપાવી નાખ્યો છે. એક વર્ષ અગાઉ કનૈયાલાલ ફફલે તેને તેની વાડી પર લઈ ગયો હતો ત્યારે મહિલાનો પતિ તેને શોધતો શોધતો વાડીએ પહોંચી ગયો હતો અને એેએસઆઈને બળાત્કાર કરતા જનરે જોઈ જતાં તેની હત્યા નીપજાવવામાં આવી હોવાનો આક્ષેપ અરજીમાં કર્યો હતો.
ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હત્યા કેસને અકસ્માતમાં ખપાવવા અંગે સીપીઆઈ ઢોલે તપાસ હાથ ધરી હતી. જોકે, એફએસએલ સહિતના રિપોર્ટમાં હત્યા અંગે કોઈ મહત્ત્વનો પુરાવો ન મળતાં હત્યા અંગેની તપાસ પૂર્ણ કરી દેવાઈ હતી.

મુન્દ્રા પોલીસ મથકે વિધવા મહિલાએ આપેલી ફરિયાદના આધારે એમ.જે.જલુએ તપાસ હાથ ધરતાં સ્થળનું પંચનામું તેમજ ભોગ બનનારી મહિલાના તબીબી પરીક્ષણ સહિતની કાર્યવાહી અને વાસ્તવિકતામાં બનાવ શું છે ? તે અંગેની ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.