Prime Minister And Vice President Of United Arab Amirates Tweets For Helping Kerala Flood
  • Home
  • Featured
  • કેરળના પૂર માટે કેમ UAE સરકારે બનાવી કમિટિ ? કારણ જાણી ચોંકી જશો

કેરળના પૂર માટે કેમ UAE સરકારે બનાવી કમિટિ ? કારણ જાણી ચોંકી જશો

 | 4:16 pm IST

કેરળમાં 100 વર્ષની સૌથી ભયાનક પૂર આવી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ માટે સમગ્ર દેશમાંથી મદદ કેરળ પહોંચાડવામાં આવી રહી છે ત્યારે દૂર વિદેશથી પણ મદદ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે. એ સ્થિતિમાં સંયુક્ત આરબ અમીરાતે(UAE) પણ મદદનો હાથ લંબાવ્યો છે. UAEમાં મોટી સંખ્યમાં મલયાલી લોકો રહે છે. જેને જોતાં UAEના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મખ્તૂમે ન માત્ર એક કમિટિ બનાવી છે પરંતુ તેમને ટ્વિટરની મદદથી વધુમાં વધુ સહાયતા પહોંચાડવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

ભારતના એક રાજ્યમાં આવેલી આફત માટે UAEને ફીકર થાય તે વાત આશ્ચર્યજનક લાગે પણ તે હકીકત છે. UAEના પીએમ અને ઉપરાષ્ટ્રપતિ મહોમ્મદ બીન રશીદ અલ મખ્તૂમે કેરળને મદદ કરવા એક કમિટિ બનાવી છે. ઉપરાંત ટ્વિટ કરીને તેઓ મહત્તમ મદદ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ કેરળની ચિંતા કરી રહ્યા છે કારણકે યુએઈમાં 20 લાખથી વધારે ભારતીયો રહે છે અને તેમાંથી સૌથી વધારે સંખ્યા કેરળના લોકોની છે.

મલયાલી ભાષામાં ટ્વિટ કરીને શેખ મહોમ્મદે કહ્યુ હતુ કે કેરળના લોકો અમારી સફળતાના ભાગીદાર રહ્યા છે અને આજે પણ છે. અમારા પર તેમની મદદ કરવાની વિશેષ જવાબદારી છે. ઈદ પહેલા ભારતમાં રહેતા આપણા ભાઈઓને મદદ કરવાનુ ભુલતા નહીં.

અંગ્રેજી અને મલયાલમમાં કરવામાં આવેલા ટ્વિટમાં તેમને લખ્યું છેકે, ભારતમાં કેરળ ભારે પૂરમાં ફસાયેલું છે અને સદીની સૌથી વિનાકારી સ્થિતિ છે. જેમાં ઘણાં લોકોના મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. જેને જોતાં ઈદ પહેલા સ્થિતિ સામાન્ય કરવાની કોશિશ કરીશું.

આ ઉપરાંત તેમને UAEમાં એક સમિતિ બનાવી છે અને જેને તાત્કાલિક કામ પણ શરૂ કર્યું છે. તેમને આ દિશામાં લોકોને ખાસ મદદ કરવાની અપીલ કરી છે. તેમને લખ્યું છે કે, UAE અને ભારતીય સમાજ મળીને પ્રભાવિત લોકો સુધી રાહત પહોંચાડવાનું કામ કરશે. તેમને UAEના સફળતા માટે કેરળનો મોટો હાથ હોવાની વાત કરી છે.