PM asks officials to review plans for easing of international travel
  • Home
  • India
  • ઇન્ટરનેશનલ ટ્રાવેલની સમીક્ષા કરવા PMનું સૂચન

ઇન્ટરનેશનલ ટ્રાવેલની સમીક્ષા કરવા PMનું સૂચન

 | 7:11 am IST
  • Share

  • કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન સામે ભારત સક્રિય 

  • સાવધ રહેવા પીએમ મોદીની અધિકારીઓને તાકીદ

  • દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવતા પ્રવાસીઓ માટે ક્વોરન્ટાઇન ફરજિયાત


દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ભારતમાં ફેલાય નહીં અને તેને કારણે સંક્રમણ વધે નહીં તે માટે સક્રિય અને સાવધ રહેવા પીએમ મોદીએ અધિકારીઓને તાકીદ કરી હતી. તેમણે ઇન્ટરનેશનલ ટ્રાવેલના નિયમો હળવા કરતા પહેલાં સ્થિતિની સમીક્ષા કરવા અનુરોધ કર્યો હતો. નવા ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોને આખા વિશ્વમાં ફફડાટ ફેલાવ્યો છે ત્યારે દેશમાં કોરોનાની સ્થિતિ તેમજ વેક્સિનેશનની કામગીરી અંગે મોદીએ અધિકારીઓની ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી હતી જેમાં બે કલાક સમીક્ષા કરીને જરૂરી આદેશો આપ્યા હતા. ઓમિક્રોનના લક્ષણો અને તેની વિશ્વનાં અન્ય દેશોમાં અસરો અંગે અધિકારીઓએ મોદીને વાકેફ કર્યા હતા. ભારતમાં તેની સંભવિત અસરોનો મુદ્દો પણ ચર્ચાયો હતો. મોદીએ નવા વેરિઅન્ટના સંદર્ભમાં સજાગ તેમજ સક્રિય રહેવા તાકીદ કરી હતી.મોદીએ વિદેશથી આવતા પ્રવાસીઓનાં જિનોમ સિક્વન્સિંગ મેળવીને તેનું ટેસ્ટિંગ કરાવવા આદેશો આપ્યા હતા.

નવા ખતરા સામે લોકો સાવધ રહે

મોદીએ નવા ખતરા સામે લોકોને સાવધ રહેવા તેમજ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા જેવી તકેદારી રાખવા કહ્યું હતું. વિદેશથી આવતા તમામ પ્રવાસીઓનું કડક મોનિટરિંગ કરવા તેમજ ટેસ્ટિંગ કરવા અને ખાસ કરીને વધુ જોખમો ઘરાવતા દેશોને અલગ તારવીને તેનાં પર વધુ ધ્યાન આપવા સૂચન કર્યું હતું.

સાઉથ આફ્રિકાથી મુંબઈ આવતા પ્રવાસીઓ માટે કવોરન્ટાઇન ફરજિયાત

કેન્દ્ર સરકાર તેમજ આરોગ્ય મંત્રાલયે ઓમિક્રોનથી સંક્રમણ વધે નહીં તે માટે તત્કાળ પગલાં લેવાનું શરૂ કર્યું છે. સાઉથ આફ્રિકાથી મુંબઈ તેમજ અન્ય શહેરોમાં આવનારાઓ માટે ક્વોરન્ટાઇન તેમજ જિનોમ સિક્વન્સિંગ ફરજિયાત કરાયું છે.

વિદેશમાં પણ ટ્રાવેલ પ્રતિબંધને વધુ કડક બનાવવામાં આવ્યા

સાઉથ આફ્રિકામાંથી મળી આવેલા નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ખતરા વચ્ચે આ બેઠક યોજાઈ હતી. નિષ્ણાતોના મતે ઓમિક્રોન અનેક સ્વરૂપ ધરાવે છે, વેક્સિનનો પ્રતિકાર કરી શકે છે, તેનાંથી સંક્રમણ ઝડપથી વધે છે અને લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો સર્જી શકે છે. નવો વેરિઅન્ટ બોટ્સવાના, હોંગકોંગ, બેલ્જિયમ તેમજ ઇઝરાયેલમાં તરખાટ મચાવી રહ્યો છે. આથી અમેરિકા તેમ જ હોંગકોગ સહિત અનેક દેશોએ ટ્રાવેલ પ્રતિબંધો કડક બનાવ્યા છે.

રાજ્યો અને જિલ્લા સ્તરે જાગૃતિ ફેલાવવા આદેશ

મોદીએ અધિકારીઓને રાજ્યો તેમજ જિલ્લા સ્તરે વધુ તકેદારી માટે જાગૃતિ ફેલાવવા તેમજ જ્યાં વધુ કેસ નોંધાય ત્યાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવા તેમજ રાજ્યોને વધુમાં વધુ ટેક્નિકલ સપોર્ટ કરવા આદેશ આપ્યો હતો. મિટિંગમાં કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબા, વી. કે. પૌલ, હોમ સેક્રેટરી એ. કે. ભલ્લા, હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણ વગેરે હાજર રહ્યા હતા.

ભારતે વધુ તકેદારીના લિસ્ટમાં હોંગકોંગ અને ઇઝરાયેલને ઉમેર્યા

ભારતે પણ 1 4 કરતા વધુ દેશોમાંથી આવતા પ્રવાસીઓના વિદેશથી ભારતમાં આગમન વખતે તેમનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ વધારવા સહિતનાં કડક પગલાં લીધા છે. હોંગકોંગ તેમજ ઇઝરાયેલ સહિત કેટલાક દેશને તકેદારીના લિસ્ટમાં ઉમેર્યા છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો