PM-CARES fund to fight Corona, Akshay Kumar gave Rs 25 crore
  • Home
  • Entertainment
  • Bollywood
  • વડાપ્રધાન મોદીની અપીલ, PM-CARES ફંડમાં કરો દાન, મિનિટોમા આ અભિનેતાએ આપ્યા 25 કરોડ

વડાપ્રધાન મોદીની અપીલ, PM-CARES ફંડમાં કરો દાન, મિનિટોમા આ અભિનેતાએ આપ્યા 25 કરોડ

 | 6:17 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. આ અંતર્ગત પ્રધાનમંત્રીએ પીએમ કેરિયર્સ ફંડ બનાવ્યું છે. જેમા દરેક દેશવાસી પોતાની સ્વેચ્છાથી મમદ કરી શકે છે. પીએમ મોદીએ આજે ટ્વીટ કરીને લોકોને મદદ કરવાની અપીલ કરી છે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું,’આ ફંડ કોરોના વાયરસના કારણે ઉપજેલ વિપરિત પરિસ્થિતિયોમાં જરૂરીયાતમંદ લોકો સુધી મદદ પહોંચડાવાનું માધ્યમ બનશે. પીએમ મોદીની આપીલની કેટલીક મિનિટો બાદ જ અભિનેતા અક્ષય કુમારે 25 કરોડ રૂપિયા દાન કર્યું છે.’

પીએમ મોદીની અપીલની થોડી ક્ષણો બાદ જ અભિનેતા અક્ષય કુમારે 25 કરોડ રૂપિયા દાન કર્યા. અક્ષય કુમારે ટ્વીટ કર્યું,’આ એક એવો સમય છે જ્યારે કોઇ પણ વ્યક્તિના જીવનું મહત્વ છે. આવા સંજોગોમાં મદદ કરવી પડશે. આવા મહત્વપૂર્ણ સમયમાં હું મારા સેવિંગ્સથી 25 કરોડ રૂપિયાની મદદ કરૂ છું. કારણ કે જાન છે તો જહાં છે.’

આ વીડિયો પણ જુઓ : રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાના વેંચાણમાં ભારે વધારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન