PM G-20 provide Humanitarian aid assistance to Afghan citizens
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અફઘાન નાગરિકોને માનવતાવાદી સહાય આપવા PMની G-20ને હાકલ

અફઘાન નાગરિકોને માનવતાવાદી સહાય આપવા PMની G-20ને હાકલ

 | 7:10 am IST
  • Share

  • અફઘાનિસ્તાનને આતંકવાદનો સ્ત્રોત બનતો અટકાવો : મોદી
  • યુરોપિયન યુનિયને તાલિબાનને એક અબજ યૂરોની સહાય જાહેર કરી
  •  PMએ G-20 સમીટમાં અફઘાનિસ્તાનને કટ્ટરપંથીઓ અને આતંકવાદનો સ્ત્રોત બનતા અટકાવવા પર ભાર મૂક્યો 

ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તોળાઈ રહેલા માનવીય સંકટથી બચાવવાના ઉપાયો પર ચર્ચા કરવા ઇટલીના અધ્યક્ષ સ્થાને G-20 સમૂહના દેશોની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં ભારત સહિત G-20 સમૂહ દેશોના નેતાઓએ તેમના વિચારો વ્યકત કર્યા હતા. પીએમ મોદીએ G-20 સમીટને સંબોધતાં અફઘાનિસ્તાનને કટ્ટરપંથીઓ અને આતંકવાદનો સ્ત્રોત બનતા અટકાવવા પર ભાર મૂક્યો હતો.

બેઠક બાદ આ અંગે ટ્વિટ કરી પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તેઓએ અફઘાન નાગરિકોને તાત્કાલિક અને વિના વિક્ષેપે માનવતાવાદી સહાય મળે માટે હાકલ કરી હતી. પીએમ મોદીએ મહિલાઓ અને લઘુમતીઓને પણ સરકારમાં યોગ્ય સ્થાન આપવા માટે હાકલ કરી હતી. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, અફઘાનિસ્તાનની પરિસ્થિતિ સુધારવા માટેUNSC ઠરાવ 2593 પર આધારીત એકીકૃત આંતરરાષ્ટ્રીય પ્રતિભાવ જરુરી છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, આની સૌથી વધુ અસર ભારત જેવા પાડોશી દેશો પર પડશે.  યુરોપિયન યુનિયન વતી G-20માં હાજર રહેલા ઉર્સુલા વોન ડેર લેયને જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનને કફોડી સ્થિતિમાંથી બહાર લાવવા માટે ઈયુ દ્વારા એક અબજ યૂરોની સહાય કરવામાં આવશે.

સ્વાર્થ સાધવા મરજી પ્રમાણે માનવ અધિકારનું અર્થઘટન : વડા પ્રધાન

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના 28મા સ્થાપના દિવસે આયોજિત કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, પછાતોના ગૌરવની જાળવણી અને માનવ અધિકારની સુરક્ષા માટે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મોદીએ માનવ અધિકારના મરજી મુજબના અર્થઘટન કરતા લોકોની ટીકા કરતા જણાવ્યું હતું કે, કેટલાક પોતાનો સ્વાર્થ સાધવા, રાજકીય લાભ મેળવવા મરજી પ્રમાણે માનવ અધિકારનું અર્થઘટન કરે છે. આ પ્રકારનું વર્તન માનવ અધિકારોને જ નહીં પરંતુ લોકશાહીનેે પણ નુકસાન કરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો