PM garib kalyan yojana, only 3 cylinder will be free next 3 months
  • Home
  • Business
  • કોરોના સ્પેશિયલ પેકેજ: આગામી 3 મહિના સુધી 3 સિલિન્ડર ફ્રીમાં આપશે સરકાર! જાણો વિગત

કોરોના સ્પેશિયલ પેકેજ: આગામી 3 મહિના સુધી 3 સિલિન્ડર ફ્રીમાં આપશે સરકાર! જાણો વિગત

 | 7:31 pm IST

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉન છે. ત્યારે આ દરમિયાન કેન્દ્ર સરકારે આજે 1.70 લાખ કરોડ રૂપિયાના કોરોના સ્પેશિયલ પેકેજની જાહેરાત કરી છે. જેમાં ગરીબ, વૃદ્ધ, વિધવા, દિવ્યાંગ, ખેડૂત અને મેડિકલ કર્મચારીઓ માટે કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાતો વચ્ચે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મહત્તમ ત્રણ સિલિન્ડર રિફિલ જ મફતમાં મળી શકશે એમ કહ્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સત્તાવાર સૂત્રો મુજબ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં આગામી ત્રણ મહિના દરમિયાન મહત્તમ 3 સિલિન્ડર રિફિલ જ ફ્રીમાં મળશે. આ સિલિન્ડર દર મહિને એક મળશે. જો કોઈ લાભાર્થી આનાથી વધુ સિલિન્ડર લેવા ઇચ્છે છે તો તેને રિફિલની કિંમત ચુકવવાની રહેશે.

નાણાપ્રધાને કહ્યું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આગામી ત્રણ મહિના સુધી ફ્રી રસોઈ ગેસ સિલિન્ડર મળશે. તેનાથી 8.3 કરોડ ગરીબ પરિવારોને લાભ થશે. આપણે જણાવી દઈએ કે સરકારની યોજના હેઠળ 8 કેટેગીરીમાં ખેડૂત, મનરેગા, ગરીબ વિધવા-પેન્શનર્સ-દિવ્યાંગ, જન ધન યોજના-ઉજ્જવલા યોજના, સ્વ-સહાય જૂથ(મહિલા), સંગઠિત ક્ષેત્ર કામદારોને ઇપીએફઓ દ્વારા અને બાંધકામ કામદારોને ડીબીટીનો લાભ મળશે.

આ વીડિયો પણ જુઓ: મુખ્યમંત્રીની ગુજરાતમાં કામ કરતા શ્રમજીવીઓને અપીલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન