PM Imran Khan Talk Pakistan People, Register now Pay Taxes
  • Home
  • Featured
  • ઈમરાન ખાન આકરા પાણીએ, પાકિસ્તાનના લોકોને આપી માત્ર 6 દિવસની મુદત

ઈમરાન ખાન આકરા પાણીએ, પાકિસ્તાનના લોકોને આપી માત્ર 6 દિવસની મુદત

 | 4:03 pm IST

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવાના દરેક પ્રયાસ કરી રહેલા વડાપ્રધાન ઈમરાન ખાન વારંવાર દેશવાસીઓને એક જ અપીલ કરી રહ્યાં છે. ઈમરાન ખાને વધુ એકવાર દેશવાસીઓને ટેક્ષ અમનેસ્ટી સ્કીમનો લાભ ઉઠાવવાની વાત કહી અને પોતાની બેનામી સંપત્તિઓ જાહેર કરવા કહ્યું. સાથે જ તેમણે આ સ્કીમનો લાભ ઉઠાવવા માટે વધુ એક છુટની પણ જાહેરાત કરી હતી.

ઈમરાન ખાને દેશવાસીઓને અપીલ કરતા કહ્યું હતું કે, જો તેઓ ડેડલાઈન સુધીમાં કરની ચુકવણી કરવામાં સક્ષમ નથી તો કમસે કમ તેઓ ટેક્ષ અમનેસ્ટી સ્કીમમાં રજીસ્ટ્રેશન તો કરાવી જ લે.

એક ખાનગી ચેનલ પર ટીવી પ્રોગ્રામમાં તેમણે કહ્યું હતું કે, હસ્તાવાર ચુકવણીની પણ છુટ હશે પરંતુ 30 જૂન બાદ કોઈ જ તક આપવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે, 30 જૂન બાદ ટેક્ષ અમનેસ્ટી સ્કીમનો લાભ ઉઠાવવા માટે સમયમર્યાદા પણ વધારવામાં આવશે નહીં પરંતુ રવિવારે પણ લોકો માટે ઓફિસો ખુલી રહેશે.

પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે, આપણે દુનિયામાં સૌથી ઓછો ટેક્ષ ભરીએ છીએ. છેલ્લા 10 વર્ષોમાં આપણે બોવ બધી લોન લીધી છે અને તેનું વ્યાજ ચુકવવામાં જ મસ મોટી રકમ જતી રહે છે. જેના કારણે સરકારી ખજાનો ખાલી થઈ જાય છે. માટે આપણે આ દલદલમાંથી બહાર આવવાની જરૂર છે. આપણે આપણી જાતને બદલવી જોઈએ. 60ના દાયકામાં પાકિસ્તાન ઉભુ થઈ રહ્યું હતું પરંતુ આજે આપણે ટેક્ષ નથી ભરતા અને દેશમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.

પાકિસ્તાનીઓ દ્વારા ટેક્ષ ભરવાને લઈને ખચકાટ અને ટેક્ષના ઉપયોગ વિશે ઈમરાન ખાને કહ્યું હતું કે, લોકો વિચારે છે કે, તેઓ જે ટેક્ષ ભરે છે, તે તેમના પર ખર્ચ નથી થઈ રહ્યો. લોકોને લાગે છે કે કાં તો આ ટેક્ષ ચોરી થઈ જશે અથવા તેમના પર ખર્ચ જ નહીં કરવામાં આવે. જોકે હું વચન આપુ છું કે, એકત્રીત ટેક્ષ લોકો પર જ ખર્ચ કરવામાં આવશે.

વડાપ્રધાને બે બે વાર આશ્વાસન પણ આપ્યું છે કે, કોઈ પણ કરદાતાને હેરાન નહીં કરવામાં આવે અને કેન્દ્રીય રાજસ્વ બોર્ડમાં પણ સુધારો કરવામાં આવશે. પીટીઆઈના નેતૃત્વ અની તેમની સફળતાઓ વિષે વાત કરતા ઈમરાને કહ્યું હતુ કે, અમારી સરકાર પાસે આજે જે સૂચના છે તે પહીલા કોઈ જ સરકાર પાસે નહોતી. તેમને પાકિસ્તાનીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, સજા ઉપરાંત બેનામી સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવશે. વર્તમાનમાં દર વર્ષે લગભગ 10 અબજ ડૉલરની મની લોન્ડ્રીંગ થઈ રહી છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, એક વાત એકદમ સ્પષ્ટ છે કે, આપણું ટેક્ષ કલેક્શન દુનિયામાં સૌથી ઓછું છે અની પાકિસ્તાન આ સ્થિતિમાં કયારેય આગળ ના વધી શકે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ઈમરાન ખાને અડધીરાત્રે પાકિસ્તાનની જનતાને ટેક્ષ ભરવાની અને તેમની બેનામી સંપત્તિઓ જાહેર કરવાની અપીલ કરી હતી. હવે 30 જૂન નજીક આવી રહી છે ત્યારે ઈમરાન ખાન શું પગલા ભરે છે તેના પર સૌકોઈની  નજર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન