Pakistan Imran Khan's pet dogs get Wikipedia page
  • Home
  • Featured
  • શા માટે ઈમરાન ખાનના કૂતરાનું Wikipedia પેજ બનશે ???

શા માટે ઈમરાન ખાનના કૂતરાનું Wikipedia પેજ બનશે ???

 | 4:15 pm IST

ટૂંક સમયમાં પાકિસ્તાનના વડાપ્રધાન બનનાર ઈમરાન ખાનના કૂતરાનું પણ વિકિપીડિયા પેજ બનવા જઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, વિકિપીડિયા પેજ વિષયો અથવા વ્યક્તિઓ માટે બનતો હોય છે. ઈમરાન ખાનના પાલતુ કૂતરાનું વિકિપીડિયા પેજ બનવાની વાત પર તેમના હેલ્પ ડેસ્ક તરફથી પણ હામી ભરવામાં આવી રહી છે.

વિકિપીડિયા હેલ્પ ડેસ્ક તરફથી આપવામાં આવેલ માહિતી અનુસાર, વિકિપીડિયાના લેખ નોંધનીય વિષયો પર હોય છે. જો કોઈ ટોપિક અથવા વિષય પર વિશ્વાસપાત્ર સૂત્રો કે જેમની ચર્ચા થતી હોય તો તેમને પણ ઉલ્લેખનીય માનવામાં આવી રહ્યું છે અને તેને વિકિપીડિયામાં અલગથી એન્ટ્રી મળશે.

ગત વર્ષે ઓનલાઈન એન્સાયક્લોપીડિયાએ બખ્તવાર અને આસિફા ભૂટ્ટો ઝરદારીનું વિકિપીડિયા પેજ ડિલીટ કરવામાં આવ્યું છે. જેના પર એવું કારણ આપવામાં આવ્યું છે કે, તેમનું કોઈ પણ વારસદાર મળતું નથી. બખ્તાવર અને આસિફા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર અલી ભુટ્ટોની દીકરીઓ છે.

વિકિપીડીયા તરફથી એવું પણ કહેવામાં આવ્યું છેકે, ઈમરાન ખાનના કૂતરો ઘણાં સમય સુધી પ્રેસમાં ઘણો ચર્ચામાં છે. તેથી તેમને તેના માટે વિકિપીડિયા પેજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી પાસે અમેરિકાના રાષ્ટ્રપતિઓના પણ પાલતું જાનવરોના પેજ બનાવવામાં આવ્યા છે. જેથી આ એક નોંધ લેવામાં આવી રહી છે.

વિકિપીડિયા પેજ અનુસાર, ઈમરાન ખાનના પાસે પાંચ કૂતરા છે. તે તમામ બાની ગાલામાં તેમના ઘરમાં જ રહે છે. ઈમરાનના કૂતરાઓના નામ શેરૂ, શેરની, મોટું, પિદ્દુ અને મેક્સિમસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન