PM Kisan can also improve the record through PM Kisan Samman Nidhi App
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • PM મોદીની આ યોજનામાં કરો નોંધણી, વર્ષે તમારા એકાઉન્ટમાં ટ્રાંસફર થશે 6000 રૂપિયા

PM મોદીની આ યોજનામાં કરો નોંધણી, વર્ષે તમારા એકાઉન્ટમાં ટ્રાંસફર થશે 6000 રૂપિયા

 | 7:08 pm IST

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર તરફથી કરવામાં આવી રહેલા પ્રયત્નો અંતર્ગત કરવામાં આવી છે. જોકે લોકડાઉનના આ સમયમાં વંચિત, ગરીબ તથા આર્તિક રૂપે નબળા ખેડૂતો માટે આ યોજના સંજીવની સમાન છે.

આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા મળે છે. સરકાર ત્રણ વખત હપ્તામાં આ રકમ ખેડૂતોને મોકલે છે. નાણાકીય વર્ષ 2020-21નો પ્રથમ હપ્તો સરકારે લાભાર્થી ખેડૂતોના ખાતામાં નાંખી દીધા છે. જો તમે પીએમ કિસાન યોજનામાં નોંધણી નથી કરાવી અને તમારા એકાઉન્ટમાં આ રકમ નથી આવી તો આ પાછળનું એક કારણ રજીસ્ટરમાં તમારૂ નામ અને આધાર કાર્ડમાં રહેલું નામ અલગ હશે.

1. સૌથી પહેલા તમારે PM Kisanની વેબસાઇટ પર લોગઇન કરવાનું રહેશે.
2. હવે ‘Farmers Corner’ ટેબ પર જાવ
3. અહિં તમારે ડ્રોપ ડાઉન લિસ્ટમાં ‘Aadhaar Failure Record’ પર ક્લિક કરવાની રહેશે,
4. નવા પેજ પર તમારે આધાર નંબર સાથે કૈપ્ચા કોડ નાંખીને આગળ વધવાનું રહેશે.
5. હવે તમારે એડિટનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
6. હવે તમે આધારકાર્ડમાં રહેલા નામ અનુસાર પોતાનું નામ PM Kisan ના રેકોર્ડમાં સુધારો કરાવી શકો છો.

જોકે, તમે ઇચ્છો તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એપ દ્વારા પણ પીએમ કિસાનમાં સુધારો કરી શકો છો. આ એપને તમે ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. આ એપને NICએ ડેવલપ કરી છે. આ એપ દ્વારા તમે પીએમ કિસાન સાથે જોડાયેલ લગભત તમામ સેવાઓનો લાભ ઉઠાવી શકો છો. તમે આ એપના માધ્યમથી પીએમ કિસાન યોજના માટે નોંધણી કરાવી શકો છો. આ સિવાય તેવું પણ જોઇ શકો છો કે સરકારે તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નાંખ્યો છે કે નહી.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ શહેરનો વધુ એક રેલવે બ્રિજ બંધ કરાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન