PM Kisan Samman Nidhi Yojana: Farmers to get Rs.4000 soon
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ખેડૂતો આનંદો! PM કિસાન સમ્માન નિધિ અંતર્ગત રૂ.4000નો લાભ મેળવી શકશો, રજીસ્ટ્રેશન માટે ઉતાવળ કરજો

ખેડૂતો આનંદો! PM કિસાન સમ્માન નિધિ અંતર્ગત રૂ.4000નો લાભ મેળવી શકશો, રજીસ્ટ્રેશન માટે ઉતાવળ કરજો

 | 12:55 pm IST
  • Share

ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. જો તમને પણ PM કિસાનનો નવમો હપ્તો નથી મળ્યો તો તમે હવે એક સાથે 4000 રૂપિયાનો લાભ મેળવી શકો છો. સાથો સાથ આપને એ પણ જણાવી દઇએ કે આવનારા દિવસોમાં પીએમ કિસાન યોજના અંતર્ગત મળનાર રકમને સરકાર બમણી પણ કરી શકે છે. આવો જાણીએ તો કેવી રીતે તમે આ યોજના અંતર્ગત હવે 4000 રૂપિયાનો લાભ મેળવી શકો છો.

ખેડૂતોને મળશે 4000 રૂપિયા, 30મી સપ્ટેમ્બરની પહેલાં રજીસ્ટ્રેશન કરાવી લેજો

આમ તો હકદાર પાત્ર ખેડૂત જેમને પણ હજી સુધી પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓ 30 સપ્ટેમ્બરની પહેલાં પીએમ કિસાનમાં રજીસ્ટ્રેશન કરાવી લે છે તો 4000 રૂપિયા મેળવવાના હકદાર બની જશે. કારણ કે હવે તમારી પાસે સતત બે હપ્તા એટલે કે 4000 રૂપિયા મેળવવાના છે. તેના અંતર્ગત જો તમારી અરજી સ્વીકારી લેવામાં આવે છે તો ઓક્ટોબર કે નવેમ્બરમાં 2000 રૂપિયા મળી જશે. ત્યારબાદ ડિસેમ્બરમાં પણ 2000 રૂપિયાનો હપ્તો તમારા બેન્ક એકાઉન્ટમાં આવી જશે.

રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ

1. તમારી પાસે બેન્ક એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે કારણ કે સરકાર ડીબીટી દ્વારા ખેડૂતોને પૈસા ટ્રાન્સફર કરે છે
2. તમારું બેન્ક એકાઉન્ટ આધારથી લિંક હોવું જરૂરી છે
3. તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે, તેના વગર તમે આ સ્કીમનો લાભ ઉઠાવી શકશો નહીં
4. પીએમ કિસાનની વેબસાઇટ pmkisan.gov.in પર તમે ડોક્યુમેન્ટસ અપલોડ કરો
5. આધારને લિંક કરવા માટે તમે Farmer Cornerના વિકલ્પ પર જાઓ અને Edit Aadhaar Detailના ઓપ્શનને ક્લિક કરી અપડેટ કરો

પીએમ કિસાન યોજનાની શરૂઆત 2018માં શરૂ થઇ હતી જેનો હેતુ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો છે.

PM Kisan Yojana જબરદસ્ત સ્કીમ

આ યોજના અતંર્ગત લાભાર્થી ખેડૂત પરિવારોને 6000 રૂપિયા વાર્ષિક તેમના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાય છે. આ રકમ 2000-2000 રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરાય છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1.38 લાખ કરોડ રૂપિયાથી વધુની સમ્માન રકમ ખેડૂત પરિવારોના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાઇ ચૂકી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો