PM Kisan scheme, Modi Govt transfers 9826 crore to 5 crore farmers
  • Home
  • Business
  • લોકડાઉન વચ્ચે 4.91 કરોડ ખેડૂત પરિવારોને કેન્દ્ર સરકારે આટલા કરોડની કરી ફાળવણી

લોકડાઉન વચ્ચે 4.91 કરોડ ખેડૂત પરિવારોને કેન્દ્ર સરકારે આટલા કરોડની કરી ફાળવણી

 | 2:31 pm IST

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે હાલ દેશમાં લોકડાઉન છે. જેના કારણે સામાન્ય જનજીવન ઠપ્પ થયું છે. આ પરિસ્થિતિઓમાં કેન્દ્ર સરકાર પોતાની યોજનાઓના માધ્યમથી ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. 1.7 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજમાં પણ સરકાર ઉજ્જવલા અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) સ્કીમના માધ્યમથી લોકોને મદદ કરી રહી છે.

ત્યારે હવે મીડિયા રિપોર્ટ મુજબ સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(PM- Kisan) યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી રહી છે. લોકડાઉન વચ્ચે સરકાર પીએમ-ખેડૂત યોજના હેઠળ 4.91 કરોડ ખેડૂત પરિવારોને 9,826 કરોડ રૂપિયાની ફાળવણી કરી ચૂકી છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રવિવારે આ અંગે માહિતી આપી. તેમણે એક ટ્વીટ કરી જણાવ્યું કે PM- Kisan યોજના હેઠળ લોકડાઉન દરમિયાન(24 માર્ચ 2020થી લઈ 3 એપ્રિલ 2020 સુધી) લગભગ 4.91 કરોડ ખેડૂત પરિવારને લાભ આપવામાં આવ્યો છે અને 9,826 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

આપણે જણાવી દઈએ કે ગત વર્ષે પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકારે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન વિધિ’ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ દેશભરના ખેડૂતોને દર વર્ષે 2000 રૂપિયાની ત્રણ કિસ્તમાં કુલ 6,000 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવે છે. આ મૂડી ખેડૂત પરિવારોના ખાતામાં સીધે ટ્રાન્સફર કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ PM- Kisan યોજના હેઠળ દેશના લગભગ 9 કરોડ ખેડૂત રજિસ્ટર્ડ છે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન