PM launches ISPA: Broadband internet to reach homes from satellite
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PMએ લોંચ કર્યું ISpA :સેટેલાઇટથી ઘેરઘેર પહોંચશે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ

PMએ લોંચ કર્યું ISpA :સેટેલાઇટથી ઘેરઘેર પહોંચશે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ

 | 7:50 am IST
  • Share

સ્પેસ સેક્ટર પર સરકારનો એકાધિકાર નહીં રહે :વડા પ્રધાન

સરકારની નીતિઓ પ્રાઇવેટ સ્પેસ સેક્ટરમાં ઇનોવેશન કરવામાં મદદ કરશે :PM મોદી

સ્પેસ સેક્ટર 130 કરોડ ભારતીયોની પ્રગતિનું મોટું માધ્યમ આ ચાર સ્તંભ પર નિર્ભર છે સ્પેસ રિસર્ચ :મોદી

તેમણે જણાવ્યું હતું કે સ્પેસ રિફોર્મ્સ ચાર પિલર પર ઊભા છે. (1) પ્રાઈવેટ સેક્ટરને ઇનોવેશનની છૂટ, (2) ઇનેબલર તરીકે સરકારની ભૂમિકા. (3) ભવિષ્ય માટે યુવાનોને તૈયાર કરવા અને (4) સામાન્ય માણસ માટે સ્પેસ સેક્ટરને વિકાસ તરીકે જોવું.

વડા પ્રધાને જણાવ્યું હતું કે આપણું સ્પેસ સેક્ટર 130 કરોડ લોકોની પ્રગતિનું મોટું માધ્યમ છે. સામાન્ય માણસ માટે સ્પેસ સેક્ટર એટલે વધારે સારું મેપિંગ, ઇમેજિંગ અને કનેક્ટિવિટીની સુવિધા છે જ્યારે ઉદ્યોગ સાહસિકો માટે શિપમેન્ટથી લઇ ડિલિવરી સુધીની વધારે ઝડપ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભારતીય સ્પેસ એસોસિયેશન ને લોંચ કર્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ મારફત ને લોંચ કરતા વડા પ્રધાને જણાવ્યું હતું કે હવે સ્પેસ સેક્ટર ઉપર ફક્ત સરકારનો એકાધિકાર નહીં રહે. સરકારની નીતિઓ પ્રાઇવેટ સ્પેસ સેક્ટરમાં ઇનોવેશન કરવામાં મદદ કરશે. આ ઉપરાંત વડા પ્રધાને જણાવ્યું હતું કે ઇસરોની તમામ સુવિધાઓ પ્રાઇવેટ સેક્ટર માટે ખુલ્લી રહેશે.

સ્પેસ ટેકનોલોજીને વેગ આપવા માટે  લોંચ કરવામાં આવ્યું છે. તેથી હવે સેટેલાઇટ મારફત ઘેરઘેર પહોંચશે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ. આ સંગઠનમાં પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી બોડીને સામેલ કરવામાં આવી છે. આ સંગઠનના સ્થાપક સભ્ય તરીકે એરટેલના OneWeb, MapMyInida, Walchandnager Industries તાતાના Nalco, Ananth Technology અને સામેલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો