PM Mod Address to Nation Show Banner on Corona Virus
  • Home
  • Corona live
  • આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલી વાર કોઈ PMએ રાષ્ટ્રને સંબોધિત કરતા અપનાવી આ યુનિક તરકીબ

આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલી વાર કોઈ PMએ રાષ્ટ્રને સંબોધિત કરતા અપનાવી આ યુનિક તરકીબ

 | 10:47 pm IST

કોરોના વાયરસના સંકટનો સામનો કરવા માટે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો હતો. વડાપ્રધાને આજે રાત્રે 12 વાગ્યાથી આવનાર 21 દિવસ માટે આખા દેશમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, આ લોકડાઉન કર્ફ્યુ જેવુ જ છે. પરંતુ વડાપ્રધાનના રાષ્ટ્રના નામે સંબોધનમાં એક ખાસ બાબત જોવા મળી હતી.

કોરોનામા વાયરસના સંકટથી નિપટવા માટે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે કર્યુ હતુ. આ દરમિયાન તેમણે કોરોનાનો મતલબ સમજાવ્યો છે. તેમણે કહ્યુ છે કે, કો-રો-નાનો મતલબ ‘કોઈ રોડ પર ન નિકલો’ છે. પીએમ મોદીએ કહ્યુ છે કે, ધૈર્ય અને અનુશાસનનો સમય છે. જ્યારે દેશમાં લોકડાઉનની સ્થિતી છે. આપણે આપણો સંકલ્પ નિભાવવાનો છે. આપણુ વચન નિભાવીએ. પીએમએ કહ્યુ છે કે, ભારત આજે તે સ્ટેજ પર છે, જ્યા અમારા આજના એક્શન નક્કી કરશે કે, આ મોટી આપદાના પ્રભાવને આપણે કેટલુ ઓછુ કરી શકીએ. આ સમય અમારા સંકલ્પને વધારે મજબૂત કરવાનો છે.

પીએમ મોદીએ દેશવાસિઓને સલાહ આપતા કહ્યુ હતુ કે, આગામી 21 દિવસ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હેલ્થ એક્સપર્ટની માનીએ તો, કોરોના વાયરસની સંક્રમણની સાઈકલને તોડવા માટે ઓછામાં ઓછા 21 દિવસનો સમય ખૂબ જ મહત્વનો છે. ઘરમાં રહો, ઘરમાં રહો અને એક જ કામ કરો પોતાના ઘરમાં રહો. સૌથી મહત્વની વાત એ હતી કે, રાષ્ટ્રના નામે સંબોધન દરમિયાન વડાપ્રધાને હાથમાં એક બેનર પકડ્યું હતું. જેમાં કાર્ટૂન દોરવામાં આવેલુ હતું જેમાં ‘કોરોના’ લખેલુ હતું અને તેની સામે ‘કોઈ રોડ પર ન નિકલો’ લખેલુ હ્તું. ભારતના કોઈ વડાપ્રધાને રાષ્ટ્રના નામે સંબોધનમાં હાથમાં બેનર પકડીને સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હોય તેવુ કદાચ ઈતિહાસમાં પહેલીવાર બન્યું હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન