PM Modi 4 Big Secret decisions
  • Home
  • Featured
  • PM મોદીના એ 4 ઐતિહાસિક નિર્ણયો જેની ગંધ તેમના મંત્રીઓ સુદ્ધાને પણ ના આવી

PM મોદીના એ 4 ઐતિહાસિક નિર્ણયો જેની ગંધ તેમના મંત્રીઓ સુદ્ધાને પણ ના આવી

 | 8:09 pm IST

વર્ષ 2014માં ભાજપનો ભવ્ય વિજય મળવો અને ભાજપના નેતા નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન બનવું એક રીતે એક ઐતિહાસિક ઘટના હતી. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પછી એક અનેક એવા નિર્ણયો લીધા જે ઐતિહાસિક તો કહેવાય જ પણ ઘણા ચોંકાવનારા પણ હતાં. પીએમ મોદીએ આ નિર્ણયોથી માત્ર દેશ જ નહીં દુનિયાને પણ ચોંકાવી દીધી. છેલ્લા પાંચ વર્ષના કાર્યકાળમાં પીએમ મોદીએ એવા અનેક નિર્ણયો લીધા જેની ગંધ ના તો વિપક્ષને લાગી કે ના તો સત્તાપક્ષના જ નેતાઓને. ત્યાં સુધી કે ખુદ મોદી સરકારના મંત્રીઓ કે મીડિયાને પણ આ નિર્ણયની જાણ થઈ નહોતી. તો જાણો પીએમ મોદીના એવા ચાર નિર્ણયો વિષે.

1 રાફેલ સોદો

સૈન્યની જરૂરીયાતો પુરી કરવા માટે યુદ્ધ વિમાન સોદો કરવાનો પ્રયાસ યૂપીએ સરકાર વખતે હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ યુપીએ સરકારે વર્ષો સુધી આ મામલે માત્ર વાટાઘાટો જ કરે રાખી. આ મામલે સમજુતી ના થઈ શકી. ટેક્નોલોજી ટ્રાંસફરને લઈને બંને દેશો વચ્ચે વિવાદ હતો. પરંતુ વર્ષ 2014માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ નવી સરકાર રચાતા આ દિશામાં નવેસરથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યા. આ મામલે વડાપ્રધાને દેશને ત્યારે ચોંકાવી દીધો. વર્ષ 2015માં ફ્રાંસ પ્રવાસે ગયા હતા. તે દરમિયાન તેમણે અચાનક જ જાહેરાત કરી અને રાફેલ ડીલ પર મંજુરીની મ્હોર વાગીએ. આ સોદા અંતર્ગત ભારતે જેમ બને તેમ 36 રાફેલ ફ્લાય-અવે એટલે કે માટે તૈયાર વિમાન મેળવવાની વાત કરી હતી.

2 સર્જીકલ સ્ટ્રાઈક

28-29 સપ્ટેમ્બર 2016ની રાતે ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિત આતંકવાદીઓના લોંચ પેડ્સ પર સર્જીકલ સ્ટ્રાઈક કરી દુનિયાને ચોંકાવી દીધી હતી. 29 સપ્ટેમ્બરે તત્કાલીન ડીજીએમઓ લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે દેશની આ બાબતની જાનકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતે નિયંત્રણ રેખાને પાર આવેલી આતંકી શિબિરો પર સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી જેમાં આતંકવાદીઓને ભારે નુંકશાન પહોંચ્યું છે અને અનેક આતંકવાદીઓ માર્યા ગયાં છે. રણબીર સિંહે કેબિનેટ સુરક્ષા બાબતોની સમિતિની બેઠક બાદ માધ્યમોને આ જાણકારી આપી હતી.

3. નોટબંધી

8 નવેમ્બર, 2016નો ઐતિહાસિક દિવસ દેશમાં કદાચ જ કોઈ ભુકી સકશે. આ તારીખે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી પર અચાનક જ જાહેરાત કરી હતી. તે દિવસ રાતે 12 વાગ્યાથી જ 500 અને 1000ની નોટો લીગલ ટેંડર નહીં રહે. એટલે કે હવેથી આ નોટો ચલણી નહીં રહે. તેમની આ જાહેરાતથી દેશભરમાં સનસનાટી મચી જવા પામી હતી. મોદીના આ નિર્ણયની કોઈ જ મીડિયા, કેન્દ્રીય મંત્રીમંડળના એક પણ સભ્યને આ વાતની ગંધ સુદ્ધા આવી નહોતી.

4. સામાન્ય વર્ગને 10 ટકા અનામત

મોદી સરકારે તાજેતરમાં જ એવો નિર્ણય લીધો હતો જેનાથી દેશ ઉભરાંત તેમના મંત્રીમંડળને અંદાજ પણ નહોતો. સરકારે સોમવારે 7 જાન્યુઆરી ગરીબ સુવર્ણોને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં 10 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો. પીએમ મોદીએ આ બિલ માત્ર એક જ દિવસમાં તૈયાર કરાવ્યું હતું. જેની તેમના એક પણ મંત્રાલય કે મંત્રી સુદ્ધાને નહોતી. આ મામલે એક સંવિધાન સંશોધન બિલ લાવવામાં આવ્યું જેને બુધવારે લોકસભા અને ત્યાર બાદ ગુરૂવારે રાજ્યસભામાં મંજૂરી મળી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન