PM Modi Address Six Time Nation on Independence Day In Turban
  • Home
  • Photo Gallery
  • Photo: લોક લાડીલા મોદીના ડ્રેસીંગ સેંસને તો કહેવું પડે, છ વખત લાલ કિલ્લા પરથી અલગ પાઘડીનો જલવો

Photo: લોક લાડીલા મોદીના ડ્રેસીંગ સેંસને તો કહેવું પડે, છ વખત લાલ કિલ્લા પરથી અલગ પાઘડીનો જલવો

 | 8:03 am IST

નરેન્‍દ્ર મોદીએ 73માં સ્વતંત્રતા દિવસ પર અવસરે સતત છઠ્ઠા વર્ષે દેશને લાલકિલ્લા પરથી સંબોધન કરી રહ્યા છે. સંબોધન દરમ્યાન દરેક વખતે તેમના માથા પર જુદી જુદી જાતની પાઘડી જોવા મળી હતી. તેમણે સ્‍વાતંત્ર્ય દિવસની ઉજવણી સતત છ વર્ષ 2014 થી ૨૦૧૯ સુધી દિલ્‍હીના ઐતિહાસિક લાલકિલ્લા પરથી રાષ્‍ટ્રયધ્‍વજ ફરકાવ્‍યો હતો.

દર વર્ષે જ્‍યારે તેમને દેશને સંબોધિત કર્યો ત્યારે તેમની વેશભુષા અલગ જ દેખાઇ હતી. દર વર્ષે તેમણે અલગ ડિઝાઇનની પાઘડી પહેરી હતી. 2014માં જ્‍યારે તેમણે દેશને પહેલી વાર સંબોધિત કર્યો હતો. ત્‍યારે તેમણે લાલ અને પીળા રંગની પાઘડી પહેરી હતી. 2015માં લાલ અને લીલા રંગની ધારવાળી પાઘડી હતી. એ પાઘડી અનોખી લાગતી હતી. 2016માં સફેદ રંગના કાપડ સાથે રંગબેરંગી પાઘડી બાંધી હતી. જે રાજસ્‍થાની પાઘડી હતી. 2017માં તેમણે પીળા અને લાલ રંગની પાઘડી પહેરી હતી. જ્‍યારે 2018માં કેસરી રંગની પાઘડી પહેરી હતી.

વડાપ્રધાન દ્વારા દર વર્ષે નવી જાતની પાઘડી પહેરવા બાબતે સોશીયલ મીડીયામાં પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. લોકોને તેમની ડ્રેસીંગ સેંસ બહુ પસંદ આવે છે. યુઝર્સ લખે છે કે મોદીજીની ડ્રેસ બહુ સારી છે. એકે લખ્‍યુ છે કે ‘મને પહેલા વર્ષનો અને આ વર્ષનો ડ્રેસ સારો લાગ્‍યો’ જ્‍યારે બીજા એકે લખ્‍યુ કે ‘આ વર્ષે આખો ભગવો જ દેખાયો.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન