પૂર વખતે જ્યારે જવાનો જીવ બચાવે છે, ત્યારે કાશ્મીરમાં તાળીઓ પણ પડે છે: મોદી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.0350 +0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • પૂર વખતે જ્યારે જવાનો જીવ બચાવે છે, ત્યારે કાશ્મીરમાં તાળીઓ પણ પડે છે: મોદી

પૂર વખતે જ્યારે જવાનો જીવ બચાવે છે, ત્યારે કાશ્મીરમાં તાળીઓ પણ પડે છે: મોદી

 | 1:02 pm IST

સિવિલ સર્વિસીસ દિવસના અવસરે આજે પીએમ મોદીએ ઉત્તમ કામ કરનાર ઓફિસરોને સન્માનિત કર્યાં. આ દરમિયાન પીએમ મોદીએ કાશ્મીરના પથ્થરબાજોનો ઉલ્લેખ કરતા કહ્યું કે આપણા જવાનો કાશ્મીરમાં પૂર આવે ત્યારે લોકોના જીવ બચાવે છે અને તે લોકો તેમના માટે તાળીઓ પણ પાડે છે પરંતુ ત્યારબાદ આપણા જવાનો પથ્થરો પણ ખાય છે. મોદીએ કહ્યું કે તમામ લોકોએ આત્મમંથન કરવું જોઈએ. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે અધિકારીઓ ઈચ્છે તો શું શક્ય ન બની શકે. જો એક અધિકારી નક્કી કરી લે કે તેમના વિસ્તારમાંથી કોઈ ગંગામાં ગંદકી કરશે નહીં તો ગંગાને કોઈ ગંદી કરી શકે નહીં.

ઓફિસરોને આપી સલાહ

કાર્યક્રમમાં પીએમ મોદીએ ઓફિસરોને સલાહ આપતા કહ્યું કે જો અધિકારીઓ કામ કરવાની શૈલી બદલશે તો પડકારો અવસરમાં બદલાઈ જશે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 15-20 વર્ષોમાં કાર્યશૈલીની રિતભાત બદલાઈ છે. જવાબદારીઓ વધી ગઈ છે. હવે લોકો પાસે અનેક પ્રકારના વિકલ્પ ઉપલબ્ધ છે. પડકારો પણ વધી ગયા છે. તેમણે કહ્યું કે આપણે પણ આપણી કાર્યશૈલીને બદલવી પડશે. સરકાર છે ત્યાં સુધી લોકોને ભારનો અહેસાસ થવો જોઈએ નહીં. પીએમએ કહ્યું કે હું ઈચ્છું છું કે આગામી એક વર્ષમાં કામની ગુણવત્તામાં બદલાવ આવવો જોઈએ. માત્ર સર્વશ્રેષ્ઠ થવાથી કામ ચાલતું નથી. જો સર્વશ્રેષ્ઠનો થપ્પો તમારા પર લાગે તો તેને આદત બનાવવી જરૂરી છે. વસ્તુઓને બદલવા માટે ઓફિસરોની ભૂમિકા આજના સમયમાં ખુબ મહત્વની છે. આ ઉપરાંત પીએમ મોદીએ અધિકારીઓને સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર પણ સલાહ આપતા કહ્યું કે પોતાનો પ્રચાર કરવાની જગ્યાએ કામ કરવાની પદ્ધતિઓને બદલવાની કોશિશ કરો.

પરફોર્મન્સ માટે કમર કસો

પીએમ મોદીએ ઓફિસરોને કમર કસીને કામ કરવાની સલાહ આપતા કહ્યું કે સરકાર આવતી જતી રહેશે. પરંતુ વ્યવસ્થા હંમેશા લાગુ રહેશે. આજે સ્થિતિઓને બદલવાનો અવસર આવ્યો છે. સત્યનિષ્ઠાથી કામ થવું જોઈએ. હું તમારી સાથે ઊભો છું. એ સમયને યાદ કરો જ્યારે તમે સિવિલ સર્વિસ સેવા પાસ કરી હતી તો શું સપના હતાં? શું તેમા કોઈ ફેરફાર થયો છે. પીએમ મોદીએ ઉદાહરણ આપતા કહ્યું કે ફક્ત ખાડા ખોદવાથી અને ભરવાથી કામ નહીં ચાલે. છોડ પણ વાવવા પડશે. આપણે જે પણ કરીએ તેનું પરિણામ નીકળવું જોઈએ અને પરિણામનું દરેક બાજુથી મુલ્યાંકન કરવું જોઈએ.

ઓફિસરોએ ગૃહિણીઓ પાસેથી શીખવાની જરૂર

પીએમ મોદીએ કહ્યું કે ઓફિસરોએ ગૃહિણીઓ પાસેથી કઈંક શીખવાની જરૂર છે. તેઓ કઈ રીતે પરેશાનીઓ હોવા છતાં તમામ વસ્તુઓ મેનેજ કરે છે. ગૃહિણી પરિવારને નવી ઊંચાઈ પર લઈ જાય છે, તે જવાબદારી તમારી પણ છે. તેમણે એ પણ કહ્યું કે આપણને ગર્વ હોવો જોઈએ કે જ્યાં મે કામ કર્યું તે કામને મારા જૂનિયરે આગળ ધપાવ્યું. આપણે બધાએ એકસાથે મળીને કામ કરવું પડશે. સિવિલ સર્વિસની સૌથી મોટી તાકાતને ગુમ થવા દેવી જોઈએ નહીં. ઓફિસરોની સૌથી મોટી તાકાત અનામિકા છે. જે ઓફિસરોની સોચ અને તેમના વિઝનને દર્શાવે છે.