Live Update: PM Modi Addressing The Nation On Current Situation Of Country
  • Home
  • Featured
  • PM મોદીએ લોકોની દિવાળી સુધારી, 80 કરોડ ગરીબો માટે મોદી સરકારનો મોટો નિર્ણય

PM મોદીએ લોકોની દિવાળી સુધારી, 80 કરોડ ગરીબો માટે મોદી સરકારનો મોટો નિર્ણય

 | 3:42 pm IST

કોરોના સંકટને લઇને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કર્યો. માનવામાં આવી હતુ કે પીએમ મોદી આજે કોરોનાનાં વધતા ખતરા, અનલૉક-2 અને ચીનની સાથે સરહદ વિવાદ પર પોતાના મંતવ્ય રાખશે. દેશમાં કોરોનાનાં કહેર વચ્ચે આ છઠ્ઠીવાર છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કર્યો. પીએમ મોદી કોરોના મહામારી અને લૉકડાઉનનાં સમયમાં લોકોનો ઉત્સાહ વધારતા રહ્યા છે. તો ચીનની સાથે સરહદ વિવાદ પર પણ પીએમ મોદીએ સ્પષ્ટ કરી શક્યું છે કે ભારત દોસ્તી નીભાવવાનું પણ જાણે છે અને આંખમાં આંખ નાંખીને જવાબ આપવાનું પણ જાણે છે. 

    • પીએમ મોદીએ કહ્યું કે અત્યારે આપણી એવી મોસમમાં પ્રવેશ કરી રહ્યા છીએ જેમાં શરદી, ખાંસી, તાવ વધી જાય છે. તેવામાં આપણે ઘણું જ ધ્યાન રાખીએ.
    • ગામનો પ્રધાન હોય કે દેશનો કોઈ નિયમોથી ઉપર નથી
    • પીએમ મોદીએ કહ્યું કે સમય પર કરવામાં આવેલા લોકડાઉને લાખો લોકોનો જીવ બચાવ્યો છે. લોકડાઉનનાં કારણે આપણી સ્થિતિ સારી છે. બીજા દેશો કરતા ભારતની સ્થિતિ સારી છે.
    • જેવું અનલોક-1 જાહેર થયું લાપરવાહી વધી રહી છે. આજે જ્યારે વધારે સતર્કતાની જરૂર છે ત્યારે લાપરવાહી વધવી ચિંતાનો વિષય છે. 

    • ભારતમાં સ્થાનિક તંત્રએ ચુસ્તપણ કામ કરવું જોઇએ.
    • છેલ્લા 3 દિવસમાં જનધાન ખાતાનાં પરિવારોરમાં 31 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા.
    • ગ્રામમાં શ્રમિકોને રોજગાર અપાવવા માટે સરકાર 50 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.

    • કોરોનાથી લડતા ભારતમાં 80 કરોડ લોકોને 5 કરોડ ઘઉં અથવા ચોખા મફતમાં આપવામાં આવ્યા છે જેણે દુનિયાને પણ ચોંકાવી છે.
    • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને નવેમ્બર મહિનાનાં અંત સુધી લંબાવવામાં આવી છે. 80 કરોડ લોકોને નવેમ્બરમાં પણ મફત અન્ન મળશે.
    • આમાં 90 હજાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચ થશે. ગત મહિનાનો ખર્ચ પણ જોડી દઇએ તો 1.5 લાખ કરોડ થઈ જાય છે.
    • હવે આખા ભારત માટે એક રાશન કાર્ડની વ્યવસ્થા. વન નેશન, વન રાશન કાર્ડ.

  • તમામ સાવધાનીઓ રાખતા ઇકોનોમિક એક્ટિવિટી આગળ વધારવામાં આવશે.
  • અમે આત્મનિર્ભર ભારત માટે દિવસ-રાત એક કરી દઇશું.
  • 130 કરોડ દેશવાસીઓએ કોરોનાનો સામનો કરતા કામ પણ કરવાનું છે અને આગળ પણ વધવાનું છે.
  • બે ગજનું અંતર રાખો, માસ્કનો ઉપયોગ કરો અને કોઈપણ લાપરવાહી ના કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન