Corona: PM Modi And Amit Shah Meeting For Plan After 31st May
  • Home
  • Corona live
  • કોરોના: 1 જૂનથી કેવું હશે લૉકડાઉન? PM મોદી અને અમિત શાહ વચ્ચે થયું મહામંથન

કોરોના: 1 જૂનથી કેવું હશે લૉકડાઉન? PM મોદી અને અમિત શાહ વચ્ચે થયું મહામંથન

 | 2:03 pm IST

કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે લાગુ લૉકડાઉનને આગળ વધારવામાં આવશે કે નહીં? શુક્રવારનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી તો આ પ્રશ્ન સૌથી ઉપર રહ્યો. 31 મેનાં લોકડાઉનનો ચોથો તબક્કો પૂર્ણ થઈ રહ્યો છે. અમિત શાહે શુક્રવારનાં સવારે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. તેમને મળેલા ફીડબેકને તેમણે વડાપ્રધાન સાથે શેર કર્યા અને પછી આગળની રણનીતિ પર વાત થઈ. અનેક રાજ્યોએ લૉકડાઉન ચાલું રાખવા માટે કહ્યું છે, પરંતુ તેઓ ધીમેધીમે સ્થિતિ સામાન્ય કરવા પણ ઇચ્છે છે.

મખ્યમંત્રીઓ સાથે શાહે કરી વાતચીત

આજની બેઠકમાં 31 મે બાદની સ્થિતિનો પ્લાન ઘડાઈ ચુક્યો છે. ગૃહમંત્રી સાથે મીટિંગમાં અનેક રાજ્યોએ પુનરાવર્તન કર્યું કે લોકડાઉનને આગળ વધારવું જોઇએ. જો કે ઇકોનોમિક એક્ટિવિટીને લઇને મોટા પ્રમાણમાં છૂટ ઇચ્છે છે. શાહે મુખ્યમંત્રીઓ સાથે લૉકડાઉન એક્સટેન્શન ઉપરાંત કોરોનાની લડાઈની આગળની રણનીતિ પણ જાણી. આ મીટિંગમાં મળેલા ફીડબેકને પીએમ સાથે શેર કરવામાં આવ્યા. અત્યાર સુધી પીએમ જ મુખ્યમંત્રીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરતા હતા. લોકડાઉન પર મંતવ્યો જાણવા માટે પહેલીવાર અમિત શાહે મુખ્યમંત્રીઓ સાથે વાત કરી.

કેટલાક રાજ્યોએ લૉકડાઉન વધારવાની કરી માંગ

કેટલાક રાજ્યોમાં કોરોનાનાં કારણે સ્થિતિ ઘણી ખરાબ છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં કેસ વધારે છે. અનેક રાજ્યો એવા છે જ્યાં અત્યાર સુધી તો કેસ ઓછા છે, પરંતુ કોવિડ-19નો ગ્રાફ વધી રહ્યો છે. આસામમાં છેલ્લા 4 દિવસમાં કેસ અનેક ગણા વધી ગયા છે. લૉકડાઉન સંપૂર્ણ રીતે ખોલતા સ્થિતિ ક્યાંક વધારે ના બગડી જાય, આ કારણે રાજ્યો થોડીક છૂટછાટો સાથે લૉકડાઉન ચાલું રાખવા ઇચ્છે છે. ગોવાનાં સીએમ પ્રમોદ સાવંતની માંગ છે કે લોકોડાઉનને ઓછામાં ઓછા 15 દિવસ સુધી વધારવું જોઇએ. જો કે તેમણે કેટલીક છૂટછાટની માંગ પણ કરી છે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે રેસ્ટોરન્ટ, જીમ ખોલવાનું પણ સામેલ છે.

લૉકડાન 5.0 લગાવવામાં આવશે તો કઈ છૂટછાટો મળશે?

જો લૉકડાઉન આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવે છે તો ઘણી બધી છૂટ આપવામાં આવી શકે છે. સરકારનું ફોકસ એ શહેરો પર હશે જ્યાં કોરોનાનાં કેસ ઘણા વધારે છે. આમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ, પુણે, થાણે, ઇન્દોર, ચેન્નઈ, અમદાવાદ, જયપૂર, સૂરત અને કોલકાતા સામેલ છે. સ્કૂલ-કૉલેજ અત્યારે બંધ રહેશે તેવા અણસાર છે. ઇન્ટરનેશલ ફ્લાઇટ્સ બંધ રહેવાની શક્યતા છે. ધાર્મિક સ્થાનોને ખોલવામાં આવશે તે નહીં એ નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવી શકે છે. સલૂન ખુલી ચુક્યા છે, હવે જીમ અને શૉપિંગ મૉલ્સ વગેરે ખોલવાનો નિર્ણય પણ રાજ્ય સરાકારોનાં હાથમાં આપી શકાય છે.

આ વિડીયો પણ જુઓ: PM મોદી અને અમિત શાહ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન