PM Modi and Imran Khan welcome comparison in New York in US
  • Home
  • Featured
  • દુનિયાએ જોઈ યુદ્ધના બણગા ઝીંકનારા ઈમરાનની ઔકાત, ઉછીના વિમાનમાં અમેરિકા પહોંચ્યા

દુનિયાએ જોઈ યુદ્ધના બણગા ઝીંકનારા ઈમરાનની ઔકાત, ઉછીના વિમાનમાં અમેરિકા પહોંચ્યા

 | 5:05 pm IST

પાકિસ્તાન હંમેશાથી ભારત વિરૂદ્ધ આગ ઓકી રહ્યું છે. ત્યાં નાનાથી લઈને વડાપ્રધાન સુધીના નેતાઓ ભારતને લઈને પાકિસ્તાનના નાગરિકોને ઉકસાઅવી રહ્યાં છે. પરંતુ જ્યારે વાત બરાબરીની આવે તો વૈશ્વિક મંચ હોય કે દુનિયાભરના દેશોની વાત, દરેક વાર પાકિસ્તાન અને તેના નેતાઓની જાહેરમાં ફજેતી થયા વગર રહેતી જ નથી. કંઈક આવુ જ આ વખતે અમેરિકામાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એકવાર જોવા મળ્યું છે. 

ભારત વિરૂદ્ધ પરમાણું યુદ્ધના બણગા ફૂંકી રહેલા કિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પાસે પોતાનું વિમાન લઈને આવવાના પણ ફાંફાં છે. તેઓ આજે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિશેષ વિમાનથી સાત દિવસના અમેરિકા પ્રવાસે પહોંચ્યા હતા.

પાકિસ્તાની મીડિયામાં પ્રકાશીત અહેવાલ પ્રમાણે ઈમરાન ખાનને સાઉદી ક્રાઉન પ્રિન્સે કોમર્શિયલ વિમાનમાં જવાથી રોક્યા હતા. ક્રાઉન પ્રિન્સે કહ્યું હતું કે તમે અમારા ખાસ મહેમાન છો અને મારા વિશેષ વિમાનથી અમેરિકા જશો. અહીં ઇમરાન યૂએન મહાસભાની બેઠકમાં સામેલ થશે.

ન્યૂયોર્ક એરપોર્ટ પર અધિકારીઓએ ઇમરાનનું સ્વાગત કર્યું. આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ શાહ કુરૈશીએ શનિવારે કહ્યું હતું કે, પ્રધાનમંત્રીની સાત દિવસની યાત્રાનો ઉદ્દેશ્ય દુનિયાનું ધ્યાન એ વિષય તરફ આકર્ષિત કરવાનું છે કે કાશ્મીરમાં શું થઇ રહ્યું છે.

સાઉદી અરબ સાથે વેપાર અંગે વાતચીત

અમેરિકા જવા પહેલા ઇમરાન કાશ્મીર મુદ્દે ઇસ્લામિક દેશોથી સમર્થન લેવા માટે સાઉદી અરબના બે દિવસના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે કિંગ સલમાન બિન અબ્દુલાઝઇઝ અલ સૌઉદથી મુલાકાત કરી અને કાશ્મીર મુદ્દા સિવાય વેપાર, રોકાણ અને આર્થિક સંબંધો પર ચર્ચા કરી હતી.

જ્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકામાં એક્કો પડી રહ્યો છે. દુનિયાની મહાશક્તિ અમેરિકા પીએમ મોદી માટે રીતસરની લાલ જાજમ પાંથરી રહ્યું છે. ખુદ ડૉનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદી સાથે સ્ટેજ શેર કરશે. દુનિયાભરની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ મંડાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન