PM Modi and Shadad Pawar play in Maharashtra, Shiv Sena Cean Bold?
  • Home
  • Assembly Election
  • મહારાષ્ટ્રના રાજકારણના મેદાનમાં ઉતર્યા PM મોદી! ખેલ્યો ‘પાવર પ્લે’ ને ફસાઈ ગઈ શિવસેના?

મહારાષ્ટ્રના રાજકારણના મેદાનમાં ઉતર્યા PM મોદી! ખેલ્યો ‘પાવર પ્લે’ ને ફસાઈ ગઈ શિવસેના?

 | 7:24 pm IST

મહારાષ્ટ્રની રાજનીતિ હવે દિલ્હીથી ચાલી રહી હોય તેવુ લાગી રહ્યું છે. મહારાષ્ટ્રના રાજકીય સંકટનો ફોર્લ્યુલા દિલ્હીમાં શોધવામાં આવી રહ્યો છે. રાજધાનીમાં મહારાષ્ટ્રને લઈને બેઠકો ચાલી રહી છે પણ સૌની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનસીપી અધ્યક્ષ શરદ પવારની મુલાકાત પર ટકી હતી. મુલાકાત વિશે એવુ કહેવાય છે કે, ખેડુતોના મુદ્દે બેઠક થઈ હતી પરંતુ હકીકતે તો મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને મંથન કરવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવે છે.

સૌથી મોટો સવાલ એ છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં પીએમ મોદીનો ‘પાવાર પ્લે’ ચાલી રહ્યો છે? મોદી-પવારની મુલાકાત બાદ બદલાશે મહારાષ્ટ્રનો ખેલ? મહારાષ્ટ્રમાં ખેડૂતો બનાવશે ભાજપ-શિવસેનાની સરકાર? મોદી-પવારની મુલાકાથી તો કોંગ્રેસ પણ આકુળ વ્યાકુળ થવા લાગી છે. તો એક સવાલ એ પણ છે કે શું પીએમ મોદીએ ફેંકેલી કુકરીના દાવમાં બરાબરની ફસાઈ શિવસેના?

એક તરફ શિવસેના અને કોંગ્રેસ દાવા કરી રહ્યાં છે કે, 1 ડિસેમ્બર પહેલા મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં આવશે. પરંતુ હવે મોદી-પવારની મુલાકાતે કોંગ્રેસની સાથો સાથ શિવસેનાને પણ ચિંતામાં મુકી દીધા છે. કોંગ્રેસે તો આ મુલાકાતને લઈને વાંધો પણ ઉઠાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, પવારનો મોદીને મળવાનો આ સમય અયોગ્ય છે.

શરદ પવાર અને મોદીની મુલાકાત બાદ તુરંત જ સોનિયા ગાંધીએ શિવસેનાને સમર્થન આપી સરકાર રચવાની લીલી ઝંડી આપી દીધી હોવાનું કહેવાય છે. એનસીપી સાંસદ માજીદ મેમને આ દાવો કર્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં આજે કોંગ્રેસ અને એનસીપી નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિવસેના-NCP-કોંગ્રેસ સરકાર માટે 16-15-12ના ફોર્મ્યુલા પર ચર્ચા થઈ હતી. શિવસેના-એનસીપી-કોંગ્રેસ સરકારમાં સીએમ સહીત 43 મંત્રી શામેલ થઈ શકે છે. ફોર્મ્યુલામાં ત્રણેય પાર્ટીઓની વિધાનસભાની બેઠકોની સંખ્યા પર આધારીત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન