PM Modi and US President Donald Trump address 'Howdy Modi' Event
  • Home
  • Featured
  • ડોનાલ્ડ ટ્ર્રમ્પ માટે કેમ આટલી બધી જરૂરી છે ‘Howdy Modi’, સામે આવ્યું ખાસ કારણ

ડોનાલ્ડ ટ્ર્રમ્પ માટે કેમ આટલી બધી જરૂરી છે ‘Howdy Modi’, સામે આવ્યું ખાસ કારણ

 | 8:43 pm IST

અમેરિકામાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેગા ઇવેન્ટ ‘હાઉડી મોદી’માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થશે. ઇતિહાસમાં એવું પહેલી વખત બનશે જ્યારે બે સૌથી મોટા લોકતાંત્રિક દેશોના ટોચના નેતા દુનિયાના કોઇપણ ખૂણામાં રેલીને સંબોધિત કરી રહ્યા હશે.

હ્યુસ્ટનના એનઆરસી સ્ટેડિયમમાં થનાર આ કાર્યક્રમમાં રીતરસની પડાપડી થઈ હતી. અત્યાર સુધીમાં તો 50000થી વધુ ઇન્ડો-અમેરિકન લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. આ મામલે સંબંધમાં વ્હાઇટ હાસઉની મીડિયા સચિવ સ્ટેફિન કહ્યું હતું કે, પીએમ મોદી અને ટ્રમ્પની આ જોઇન્ટ રેલી ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવાની અગત્યની તક હશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે પીએમ ઓફિસની તરફથી જ તેના માટે ભલામણ કરાઇ હતી.

આપને જણાવી દઇએ કે એવું પહેલી વખત બનશે કે યુએસમાં કોઇ અમેરિકન રાષ્ટ્રપતિ એકસાથે હજારો ઇન્ડો-અમેરિકન નાગરિકોને સંબોધિત કરશે. ભારતીય રાજદૂત હર્ષ વર્ધન સિંઘલે આ ઇવેન્ટને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવ્યું છે. ‘હાઉડી’ શબ્દ અંગ્રેજીના ‘હાઉ ડુ યુ ડુ’નું શૉર્ટ ફોર્મ છે. સાઉથ વેસ્ટ યુએસમાં આ શબ્દ ખૂબ ચાલે છે.

ટ્ર્રમ્પ માટે કેમ જરૂરી છે ‘Howdy Modi’?

ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ શેર કરશે. પરંતુ સવાલ એ છે કે, આખરે કેમ ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી સાથે આ કાર્યક્રમમાં હાજર રહેશે? તો તેનું કારણ છે કે, અમેરિકામાં આવી રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણી. ટ્રમ્પ પીએમ મોદીને સાથે રાખીને અમેરિકામાં વસતા ભારતીયોને સાધવા માંગે છે. આ કાર્યક્રમમાં 50 હજાર લોકો હાજર રહે તેવી શક્યતા છે. અહીં વિદેશની ધરતી પર પણ પીએમ એમ મોદીની એક શક્તિશાળી છાપ સામે આવશે. જેનાથી ટ્રમ્પની ભારત વિરોધી હોવાની છબી પણ સુધરશે.

અમેરિકામાં ભારતની તાકાત

અમેરિકાની વસ્તીએમાં 1% ભારતીયમૂળના નાગરિકો રહે છે. ચીન એને ફિલિપાઈન્સ બાદ ત્રીજી સૌથી મોટી સંખ્યા ભારતીયોની છે. અમેરિકામાં અનેક ક્ષેત્રોમાં ભારતીય સમુદાયનો દબદબો છે.અમેરિકામાં વસવાટ કરતા 40 ટકા ભારતીયો પાસે માસ્ટર્સ, ડોક્ટર્સ કે પ્રોફેશનલ ડિગ્રી છે. અમેરિકામાં 12.8 લાખ ભારતીય ગ્રીન કાર્ડ ધારક, અસ્થાયી ધંધાદારી અને વિદ્યાર્થીઓ છે. અમેરિકામાં 2015માં 32 ટકા ભારતીયો ગ્રેજ્યુએટ, 42 ટકા ભારતીયો પોસ્ટ ગ્રેજ્યુએટ હતાં. આમ ટ્રમ્પ માટે ભારતીયો એક મોટું પરિબળ છે.

નિમંત્રણ મળતા જ ટ્રમ્પે હા પાડી

ટ્રમ્પ અને મોદીની વચ્ચેની કેમિસ્ટ્રી કમાલની છે. અધિકારી ગણાવે છે કે નિમંત્રણ મળ્યા બાદ તરત જ ટ્રમ્પે તેના માટે હા પાડી દીધી હતી. આ બંનેની વચ્ચેની આ વર્ષની ત્રીજી મીટિંગ હશે. મોદી અને ટ્રમ્પ ગયા મહિને ફ્રાન્સમાં જી+7 સમિટ દરમ્યાન મળ્યા હતા. ભારત જી-7નો હિસ્સો નથી, પરંતુ મોદીના ફ્રાન્સ રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રોંએ ખાસ અતિથિ તરીકે બોલાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન