NIFTY 10,224.95 -96.80  |  SENSEX 33,033.56 +-281.00  |  USD 65.4200 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ટાઇમની પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં મોદી અને પેટીએમના વિજય શર્માને સ્થાન

ટાઇમની પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં મોદી અને પેટીએમના વિજય શર્માને સ્થાન

 | 9:59 am IST

અમેરિકાના ટાઇમ મેગેઝિન દ્વારા વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પેટીએમના વિજય શર્માને સ્થાન આપવામાં આવ્યું છે.

ટોચનાં ૧૦૦ લોકોની યાદીમાં માત્ર મોદી અને વિજય શર્મા એમ બે જ ભારતીયને સ્થાન મળ્યું છે. આ સિવાય આ યાદીમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન તથા બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેને પણ સ્થાન મળ્યું છે. આ વખતે પાયોનિયર, આર્િટસ્ટ, ટાઇટન્સ, લીડર્સ અને આઇકન એમ પાંચ કેટેગરીમાં લોકોને સ્થાન આપવામાં આવ્યાં હતાં.

પ્રભાવ, કાર્યક્ષમતા, ઇચ્છાશક્તિ અને સમસ્યાઓનો ઉકેલ લાવવાની ક્ષમતાના આધારે લોકોને યાદીમાં સ્થાન આપવામાં આવે છે. આ વખતની યાદીમાં ટ્રમ્પની દીકરી ઈવાન્કા અને તેના પતિ જેયર્ડ કુશનરને પણ સ્થાન મળ્યું છે, તે સિવાય પોપ ફ્રાન્સિસ, શી જિનપિંગ અને કિમ જોંગ ઉન પણ આ યાદીમાં જોવા મળ્યા છે.