મોદીએ ભાજપના સાંસદો-વિધાનસભ્યો પાસે બેંક ખાતાની જાણકારી માંગી - Sandesh
NIFTY 10,526.20 -22.50  |  SENSEX 34,331.68 +-63.38  |  USD 65.6200 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મોદીએ ભાજપના સાંસદો-વિધાનસભ્યો પાસે બેંક ખાતાની જાણકારી માંગી

મોદીએ ભાજપના સાંસદો-વિધાનસભ્યો પાસે બેંક ખાતાની જાણકારી માંગી

 | 11:54 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યો પાસે તેમના બેંક ખાતાની લેણદેણ અંગે જાણકારી માંગી છે. તેમણે સંસદની ભાજપ પાર્લિયામેન્ટ્રી પાર્ટીની બેઠકમાં જણાવ્યું કે ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યો 8 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધીના બેંક એકાઉન્ટ ડિટેલ્સ 1 જાન્યુઆરી સુધીમાં અમિત શાહને સોંપી દે.

મળતી માહિતી મુજબ પીએમ મોદીએ ભાજપના તમામ સાંસદો, વિધાનસભ્યોને 8 નવેમ્બરથી 31મી ડિસેમ્બર સુધીના તેમના બેંક ખાતા દ્વારા થયેલા ટ્રાન્ઝેક્શન્સના સ્ટેટમેન્ટ્સ ભાજપના અધ્યક્ષ અમિત શાહને સોંપી દેવા જણાવ્યું છે. આજે યોજાયેલી ભાજપની સંસદીય દળની બેઠકમાં સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અનંતકુમારે કહ્યું કે પીએમ મોદીએ બેઠકમાં તમામ નેતાઓને કહ્યું કે આપણો બ્લેક મની વિરુદ્ધ જે સંઘર્ષ છે અને ઈન્કમ ટેક્સમાં જે સંશોધન કરાયું છે તે ગરીબોના કલ્યાણ માટે છે. અત્રે જણાવવાનું કે સંસદના શિયાળુ સત્રની શરૂઆત 16 નવેમ્બરે થઈ હતી. પરંતુ અત્યાર સુધી બંને સદનોમાં એક દિવસ યોગ્ય રીતે કાર્યવાહી થઈ શકી નથી. વિપક્ષી પાર્ટીઓ બંને ગૃહોમાં નોટબંધી મુદ્દે હોબાળો મચાવી રહી છે.

અમિત શાહે પણ ભાજપના સાંસદોને કહ્યું છે કે તેઓ પોતાના મત વિસ્તારમાં જઈને વ્યાપારીઓને કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહિત કરે. મળતી માહિતી મુજબ નોટબંધી બાદથી 30 ડિસેમ્બર સુધીમાં કયા ખાતામાં રૂપિયાના કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે તે અંગે તપાસ હાથ ધરાશે. અત્રે જણાવવાનું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષના અનેક નેતાઓએ આરોપ લગાવ્યાં છે કે ભાજપના નેતાઓને નોટબંધીની અગાઉથી જ જાણકારી હતી.

આવા સંજોગોમાં વડાપ્રધાને તમામ સાંસદો અને વિધાનસભ્યોના બેંક ખાતાની જાણકારી માંગી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પગલાંના કારણે હવે અન્ય પાર્ટીઓ ઉપર પણ નૈતિકતાની રીતે દબાણ સર્જાશે.