PM Modi Attack On Sonia Gandhi In Rajasthan Rally
  • Home
  • Featured
  • PM મોદી સોનિયા ગાંધીનું નામ દઇ બોલ્યા, રાઝ ખોલશે રાજદાર મિશેલ

PM મોદી સોનિયા ગાંધીનું નામ દઇ બોલ્યા, રાઝ ખોલશે રાજદાર મિશેલ

 | 1:38 pm IST

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લાં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે અહીં નેશનલ હેરાલ્ડ અને ઑગસ્ટા વેસ્ટલેન્ડ ગોટાળાને લઇ કૉંગ્રેસ પર નિશાન સાંધ્યું. તેમણે કહ્યું કે 2014માં મારી સભાઓમાં તમે સાંભળ્યું હશે. મેં કહ્યું હતું હેલિકોપ્ટર કાંડ. હજારો કરોડોનો ગોટાળો થયો હતો કે નહોતો થયો. દેશમાં વીવીઆઈપી હેલિકોપ્ટર અને એ ચિઠ્ઠી તો તમને ખબર હશે ને. મેડમ સોનિયાજીની ચિઠ્ઠી છે. વીવીઆઈપી હેલિકોપ્ટર.

તેમણે આગળ કહ્યું અમે સરકારમાં આવ્યા બાદ તમામ ફાઇલો અને કાગળો ના જાણે કયાં-કયાં મૂકી દીધી હતી, પરંતુ અમે સતત શોધતા રહ્યાં. તેમાંથી એક રાજદાર હાથ લાગી ગયા. તે દલાલીનું કામ કરતો હતો. હિન્દુસ્તાનના નામદારોના યાર-દોસ્તોને કટકી આપતો હતો. તેમનું ધ્યાન રાખતો હતો. ભાગી ગયો હતો. ઇંગ્લેન્ડનો નાગરિક હતો. દુબઇમાં રહેતો હતો. હથિયારોનો સોદાગર હતો. હેલિકોપ્ટર વેચવા અને ખરીદવામાં દલાલી કરતો હતો. આજે તમે છાપાઓમાં વાંચ્યું હશે. ભારત સરકાર ગઇકાલે તેને દુબઇથી ઉઠાવી લાવ્યા. આ રાજદાર રાજ ખોલશે. ના જાણે વાત કેટલી દૂર સુધી પહોંચશે.

રાજસ્થાનની સુમેરપુર રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે કૉંગ્રેસના કાળમાં તમે પણ લૂંટો હું પણ લૂટું, આ ખેલ ચાલતો રહ્યો. આજે તમે છાપાઓમાં વાંચ્યું કે સુપ્રીમ કોર્ટે એક નિર્ણય લીધો, તે સમાચાર આજે ખૂણામાં પડ્યા છે. તેની લીડ થવી જોઇતી હતી.

તેમણે આગળ કહ્યું કે ખેર ગઇકાલે સુપ્રીમ કોર્ટ જીતી ગયું. કોર્ટે કહ્યું કે તેમની તમામ ફાઇલો ખોલવાનો ભારત સરકારને હક છે.

કરોડો રૂપિયાનો ગોટાળો, ઇનકમ ટેક્સમાં નકલી કંપનીઓના નામ પર ગોટાળો. તેમની સરકારના સમયે તમામ ફાઇલો બંધ. મા-દીકરાની ફાઇલો બંધ. તેમણે જે લખીને આપ્યું અધિકારી તેના પર કામ કરતાં રહ્યાં. મેં કહ્યું તેને ઠીક કરો. આજે એ લોકોને કોર્ટ સુધી જવું પડ્યું.

પીએમ મોદીએ કહ્યું તેમના સમયમાં ખૂબ રાગદરબારી થઇ તેમણે માત્ર ત્રણ પેઢી મલાઇ ખાધી હતી. એક ચાવાળો તેમને કોર્ટના દરવાજા પર લઇ ગયો. આ ઇમાનદારીની જીત છે. આ લોકો જામીન પર બહાર નીકળ્યા છે.

પીએમ મોદીએ આગળ કહ્યું કે તમારા મોહલ્લામાં તમારા ગામમાં કોઇને જામીન મળ્યા હોય તો શું તમારે તેમનું સમ્માન થાય છે, તેમના ઘરે કોઇ સંબંધ લઇને જાય છે, તો શું તમે પછી એવા જામીન પર છૂટેલા લોકોને રાજસ્થાન આપશો?

 

પીએમ મોદીએ આગલ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે એક બીજા ખેલાડી નામદારની મોટી સેવા કરવાવાળા, દેશના ગૃહમંત્રી, નાણાંમંત્રી રહ્યા, જે ખુદ સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતાં હતા. મોદીએ એવો ખેલ ખેલ્યો, મોદીએ એવી ચાલ ચાલી કે પાને-પાના શોધી કાઢ્યા અને તેમનો પોતાનો જ દીકરો જેલમાં જતો રહ્યો. ભ્રષ્ટાચારના કેસમાં જેલ જતો રહ્યો. પીએમ મોદીએ કૉંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું કે પહેલાં ચાર પેઢીનો જવાબ આપો પછી ચાર વર્ષનો જવાબ માંગો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન