લોકસભામાં મોદી કૉંગ્રેસ પર વરસ્યા: કૉંગ્રેસના ઝેરની કિંમત ચૂકવી રહ્યું છે દેશ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • લોકસભામાં મોદી કૉંગ્રેસ પર વરસ્યા: કૉંગ્રેસના ઝેરની કિંમત ચૂકવી રહ્યું છે દેશ

લોકસભામાં મોદી કૉંગ્રેસ પર વરસ્યા: કૉંગ્રેસના ઝેરની કિંમત ચૂકવી રહ્યું છે દેશ

 | 1:51 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ લોકસભામાં કૉંગ્રેસના આરોપોના જોરદાર રીતે જવાબ આપ્યા. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ આપતા પીએમ મોદીએ પોતાના ભાષણમાં કૉંગ્રેસ અને નહેરૂ-ગાંઘી પરિવાર પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે કોઇનું પણ નામ લીધા વગર કૉંગ્રેસના પરિવારવાદ પર ટોણા માર્યા, બીજીબાજુ સહયોગી પક્ષોના ગુણગાન કરીને તેમના પર પણ નિશાન સાધવાની કોશિષ કરી. પીએમ એ પોતાના ભાષણમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો ઉલ્લેખ કેટલીય વખત કર્યો. કયારેક શાયરી તો કયારેક ટોણા મારીને પીએમ એ કૉંગ્રેસ પર દરેક આરોપોના પોતાના ભાષણમાં એક પછી એક જવાબ આપ્યા.

મોદીએ કૉંગ્રેસ અને વિપક્ષના સૂત્રોચ્ચારની વચ્ચે એકદમ આકરી શૈલી અને આક્રમક રીતે કૉંગ્રેસ પર વિભાજનના આરોપ મૂકયા. તેમણે કહ્યું કે તમારા ચરિત્રમાં ભાગલા છે. તમે ભારતના ભાગલા પાડ્યા. દેશના ટુકડા કર્યા અને જે ઝેર વાયું, આજે આઝાદીના 70 વર્ષ પછી પણ એક દિવસ એવો નથી જતો કે જ્યારે તમારા એ પાપની સજા સવા સો કરોડ હિન્દુસ્તાની ના ભોગવી રહ્યા હોય.

આંધ્રપ્રદેશના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો
આંધ્રપ્રદેશની સહયોગી ટીડીપીના નારાજ થયાના સમાચારની વચ્ચે પીએમ મોદીએ ઇમોશનલ કાર્ડ રમ્યા. તેમણે કહ્યું કે કૉંગ્રેસ એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંસદના દરવાજા બંધ કરીને આંધ્રપ્રદેશના લોકોની ભાવનાઓની પરવા કર્યા વગર તેલંગાણા બનાવ્યું. આજે 4 વર્ષ બાદ પણ સમસ્યાઓ છે. આ પ્રકારની વસ્તુઓ તમને શોભતી નથી. તમારા વડાપ્રધાન શ્રીમાન રાજીવ ગાંધીએ હૈદ્રાબાદમાં પસંદ કરેલા લોકપ્રિય દલિત મુખ્મંત્રીનું અપમાન કર્યું.

TDP પર નિશાન સાંધવાની કોશિષ કરી
પીએમ એ નારાજ સહયોગી ટીડીપીને ખુશ કરવાની પણ કોશિષ કરી. તેમણે કહ્યું કે શ્રીમાન રાજીવજી એ ખુલ્લેઆમ દલિત મુખ્યમંત્રીને અપમાનિત કર્યા હતા. આ તેલગુદેશમ પાર્ટી કે એનટી રામારાવ પાર્ટી એ અપમાનની આગમાં જ ઉભી થઇ હતી. રામારાવને ટીએન.રાવના અપમાનનો બદલો લેવા માટે પોતાની ફિલ્મ કેરિયર છોડીને આવવું પડ્યું હતું. આ દેશમાં 90થી વધુ વખત કલમ 356નો દુરૂઉપયોગ કરતાં રાજ્યોમાં ઉભરતી પાર્ટીઓને ફેંકી દીધી. તમે પંજાબમાં અકાલીઓ સાથે શું કર્યું?

ખડગેને સમજાવ્યો લોકતંત્રનો પાઠ
મોદીએ ખડગે ને પણ નિશાના પર લીધા, પરંતુ ઇશારામાં કર્ણાટકની પ્રજાને પણ સમજાવાની કોશિષ કરી. તેમણે કહ્યું કે ખડગેજીનું ભાષણ સાંભળી રહ્યો હતો. સમજાઇ રહ્યું નહોતું કે તેઓ કર્ણાટકના લોકોને સંબોધિત કરી રહ્યા હતા કે પોતાના જ પક્ષના નીતિ નિર્ધારકોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે બશીર બદ્રની શાયરીથી શરૂઆત કરી. હું આશા વ્યક્ત કરું છું કે તેમણે જે શાયરી સંભળાવી હતી તે કર્ણાટકના મુખ્યમંત્રીએ પણ સાંભળી હશે.

બશીર બદ્રની શાયરી પૂરી કરો
પીએમ એ કહ્યું કે ખડગે જી એ બશીર બદ્રની શાયરી સંભળાવી ‘દુશ્મની જમકર કરો, લેકિન જબ ગુંજાઇશ રહે જબ કભી હમ દોસ્ત હો જાએ તો શર્મિંદા ના હો.’ મોદીએ ત્યારબાદ કહ્યું કે બશીર બદ્રની શાયરીનો ઉલ્લેખ કર્યો તો સારું હોત કે તેમના પહેલાંવાળા મંતવ્યને પણ યાદ કરી લીધો હોત તો દેશને ખબર પડત કે તમે કયાં ઉભા છો. બશીર બદ્ર એ કહ્યું હતું કે, ‘જી ચાહતા હૈ કિ સચ બોલે કયા કરે હૌસલા નહીં હોતા.’

પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવી
પીએમ મોદીને ‘તાનાશાહી નહીં ચલેગી’, ‘જુઠ્ઠું ભાષણ બંધ કરો’ જેવા નારાની વચ્ચે દમદાર રીતે પોતાની વાત મૂકી. તેમણે કહ્યું કે ‘સાંભળવાની હિંમત જોઇએ મારો અવાજ દબાવા માટે આટલી કોશિષ નિષ્ફળ છે. પાછલી સરકારમાં 11 કિલોમીટર નેશનલ હાઇવે બનતો હતો આજે 22 કિલોમીટર બની રહ્યો છે. અમારી સરકારના 3 વર્ષમાં 1 લાખ 20 કિલોમીટર રસ્તા બન્યા. 2011 થી 2014 સુધીમાં માત્ર 59 પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબલ પહોંચાડ્યું. અમે આવ્યા બાદ આટલા ઓછા સમયમાં 1 લાખથી વધુ પંચાયતોમાં 1 લાખથી વધુ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડ્યું.’