અયોધ્યામાં પહેલાં હનુમાનગઢીમાં પૂજા કરશે PM મોદી, જાણો આ રહ્યો આખો કાર્યક્રમ

5 ઑગસ્ટના રોજ અયોધ્યા પહોંચવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલાં હનુમાનગઢીમાં દર્શન અને પૂજા-અર્ચના કરશે. હનુમાનગઢીના મુખ્ય પૂજારી મહંત રાજુ દાસે કહ્યું કે પીએમ મોદી પહેલાં હનુમાનગઢીમાં દર્શન કરશે અને અહીં તેમના માટે ખાસ પૂજાની વ્યવસ્થા રહેશે.
મહંત રાજુદાસે કહ્યું કે પીએમને શેડ્યુલમાં હનુમાનગઢીમાં 7 મિનિટનો સમય આપ્યો છે. તેમાં વડાપ્રધાનનું આવવા-જવાનું પણ સામેલ છે. વડાપ્રધાનને પૂજામાં લગભગ 3 મિનિટનો સમય લાગશે. સૂત્રોના મતે પીએમ મોદી પાંચ ઓગસ્ટના રોજ 11-11:15 વાગ્યે અયોધ્યા પહોંચશે. તેઓ અહીં અંદાજે ત્રણ કલાક રોકાશે. બપોરે લગભગ 2 વાગ્યે પીએમ અયોધ્યાથી રવાના થઇ જશે.
હનુમાનગઢી પહોંચી SPGની ટીમ
આ બધાની વચ્ચે હનુમાનગઢીમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. એસપીજીની ટીમ અને પ્રશાસનિક અધિકારી હનુમાનગઢી પહોંચી ગયા છે અને અહીં સુરક્ષા તૈયારીઓની ભાળ મેળવી રહ્યા છે. હનુમાનગઢીમાં પીએમ મોદી હનુમાનજીની પરિક્રમા કરશે અને પછી રામ મંદિર માટે પ્રસ્થાન કરશે.
આપને જણાવી દઇએ કે કાર્યક્રમ સ્થળ પર પીએમ મોદી માટે એક નાનકડો મંચ બની રહ્યો છે. આ મંચ પર માત્ર 5 લોકો જ હાજર રહેશે. તેમાં પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ સામેલ છે.
ભેટ અપાશે ભગવાન રામની કોદંડ પ્રતિમા
અયોધ્યા યાત્રા દરમ્યાન પ્રધાનમંત્રી મોદીને લાકડામાંથી બનેલા દુર્લભ દોઢ ફૂટના કોદંડ રામ અને એક ફૂટના લવ-કુશની પ્રતિમા ભેટમાં અપાશે. જો કે ભગવાન રામના ધનુષને કોદંડ તરીકે ઓળખાય છે. જ્યારે તેઓ સીતાજીની શોધમાં દક્ષિણ ભારત પહોંચ્યા હતા તો તેમના હાથમાં એ સમયે કોદંડ ધનુષ હતું.
આ વીડિયો પણ જુઓ : સંદેશ ન્યૂઝની સરયૂ નદી કિનારે સાધુ સંતો સાથે વાતચીત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન