PM Modi Biopic Film ‘PM Narendra Modi’ Release Today
  • Home
  • Entertainment
  • Bollywood
  • Review: PM મોદીની બાયોપિક ‘PM નરેન્દ્ર મોદી’ રિલીઝ, જાણો કેવી છે મૂવી

Review: PM મોદીની બાયોપિક ‘PM નરેન્દ્ર મોદી’ રિલીઝ, જાણો કેવી છે મૂવી

 | 3:25 pm IST

‘જીતને કા મજા તબ આતા હૈ, જબ સબ આપકે હારને કી ઉમ્મીદ કરતે હૈ’ ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’નો આ ડાયલોગ ફિલ્મની પૂરી કહાની કહી દે છે. બે મહિનાથી પણ ઓછા ટાઈમમાં તૈયાર થયેલ આ ફિલ્મની રિલીઝ તો 11મી એપ્રિલે થવાની હતી પરંતુ વિપક્ષી પાર્ટીઓના વિરોધના કારણે ચૂંટણી પંચે આચાર સંહિતા દરમિયાન ફિલ્મની રિલીઝ પર રોક લગાવી હતી. જોકે આજે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. જ્યારે ગઈકાલે એનડીએ ભારે જીત સાથે સત્તામાં વાપસી કરી હતી.

શું છે કહાની:

આ ફિલ્મની શરૂઆત 2013માં બીજેપીની એ બેઠકથી થાય છે જેના પર નરેન્દ્ર મોદી(વિવેક ઓબેરોય)ને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે. ત્યાર બાદ ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે. જ્યારે મોદી ચા વેંચતા હતા અને મોદીના પિતાની ચાની દુકાન હતી. થોડા મોટા થતા નરેન્દ્રએ તેમના પરિવારથી સંન્યાસી બનવાની વાત કહી. તો ઘરવાળાઓએ તેમના લગ્ન કરાવાનો વિચાર કર્યો. પરંતુ નરેન્દ્રએ લગ્ન પહેલા જ ઘર છોડી દીધું હતું. હિમાલયના પહાડોમાં જીવનની શોધ કર્યા બાદ નરેન્દ્રએ આરએસએસ વર્કર તરીકે ગુજરાતમાં વાપસી કરી. મોદી કેવી રીતે ગુજરાતના સીએમથી દેશના વડાપ્રધાન બન્યા તે સંપૂર્ણ કહાની જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે.

આ ફિલ્મમાં મોદીના ચા વેંચવાથી લઈ લગ્ન, ગુજરાત રમખાણો અને તેમના જીવનથી જોડાયેલ અન્ય તમામ સવાલોના જવાબ આપવાની કોશિશ કરવામાં આવી છે. ઉપરાંત ફિલ્મમાં મોદીના જીવનના કેટલાક અજાણ્યા પહેલુઓને પણ દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મને સત્ય ઘટનાઓથી પ્રેરિત બતાવવામાં આવી છે. પરંતુ વિવાદોથી બચવા માટે ફિલ્મની શરૂઆતમાં મોટું ડિસ્ક્લેમર આપવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મની કહાની તેના ક્રિએટિવ પ્રોડ્યૂસર સંદીપ સિંહે લખી છે અને સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ રાઇટિંગમાં વિવેક ઓબેરોયને પણ ક્રેડિટ આપવામાં આવ્યું છે. પહેલા હાફમાં ફિલ્મ મોદીના બાળપણથી લઈ ગુજરાતના રમખાણો સુધી પહોંચે છે. જ્યારે બીજા હાફમાં તેમના ભારતના વડાપ્રધાન બનવા સુધીના સફરને દર્શાવવામાં આવ્યો છે. ‘મેરી કોમ’ અને ‘સરબજીત’ જેવી બાયોગ્રાફી ફિલ્મોનું નિર્માણ કરી ચૂંકેલા ડાયરેક્ટર ઉમંગ કુમારે આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે. ત્યારે એક્ટર વિવેક ઓબેરોય પણ પીએમ મોદીના પાત્રને પૂર્ણ ન્યાય આપવાની કોશિશ કરી છે.
ફિલ્મનું સંગીત કહાનીને વેગ આપે છે. ત્યારે બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન