નરેન્દ્ર મોદીએ વડનગરમાં આ જોતા જ તોડ્યો પ્રોટોકોલ, તમે પણ જાણીને થશો આનંદિત - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • નરેન્દ્ર મોદીએ વડનગરમાં આ જોતા જ તોડ્યો પ્રોટોકોલ, તમે પણ જાણીને થશો આનંદિત

નરેન્દ્ર મોદીએ વડનગરમાં આ જોતા જ તોડ્યો પ્રોટોકોલ, તમે પણ જાણીને થશો આનંદિત

 | 2:11 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વતન વડનગરમાં રોડ શો યોજી રહ્યા હતા ત્યારે તેમણે રવિવારે ફરી એક વખત પ્રોટોકોલ તોડ્યો હતો. તેઓ રોડ શો યોજી રહ્યા હતા ત્યારે તેમની શાળા કે જ્યાં તેઓ ભણતા હતા તે આવતા તેઓ એટલા તો ગદગદિત થઈ ગયા હતા કે તેને જોતાં જ તેઓ ચાલતા લોકોની વચ્ચે પહોંચી ગયા હતા.

પીએમ મોદી જ્યારે લોકો વચ્ચે પહોંચ્યા ત્યારે તેમને મળવા લોકોની ભાગે મેદની આવી પહોંચી હતી. જોકે વડાપ્રધાનની નજીક કોઈ આવી ન જાય તેની તકેદારી રાખવામાં જવાનોને ભારે જહેમત પણ ઉઠાવવી પડી હતી.

નરેન્દ્ર મોદીએ શાળામાં પહોંચી જઈને વડનગરની પોતાની શાળાની ભૂમિને નમન કર્યું હતું અને શાળાની માટી માથે લગાવી હતી.

ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના વતન વડનગર ખાતે પહોંચી ગયા હતા. વડાપ્રધાન બન્યા પછી પ્રથમવાર નરેન્દ્ર મોદી પોતાના ગામ આવ્યા હતા. અહીં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ચિત્રો, આકૃતિઓ તૈયાર કરી અહીં પ્રદર્શનમાં મુકાઈ હતી. વડાપ્રધાનની એક ઝલક જોવા લોકોની ભારે મેદની ઉમટી પડી હતી. ઢોલ અને નગારા સાથે અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલાક સ્થાનીકોને તેઓએ હાથ પણ મીલાવ્યા હતા.

વડનગરમાં પીએમ મોદીનો રોડ શો પણ યોજાયો હતો. આ પ્રસંગે વડનગરને અદભૂત રીતે શણગાર કરવામાં આવ્યો હતો. વડનગરમાં વડાપ્રધાનની તમામ યાદો આજે પણ એટલી જ તાજી છે જાણે ગઈકાલની વાત ન હોય. કહેવાય છેને કે વતનની માટીની ખુશ્બું જ કઈંક અલગ હોય છે.