NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વડાપ્રધાને પોતાના આ મિત્રને મળવા પ્રોટોકોલ તોડી રોક્યો કાફલો

વડાપ્રધાને પોતાના આ મિત્રને મળવા પ્રોટોકોલ તોડી રોક્યો કાફલો

 | 4:30 pm IST

પીએમ મોદી શનિવારથી સત્તાવાર રીતે બે દિવસમાટે ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. તેમણે દ્વારકાધીશ મંદિરમાં પૂજા-અર્ચના કરીને પ્રવાસની શરૂઆત કર્યા બાદ, કાર્યક્રમના સ્થળે જવા રવાના થઈ રહ્યાં હતા. દરમિયાન રસ્તામાં તેઓ પોતાના મિત્ર હરિભાઈને જોઈ જતાં, પ્રોટોકોલ તોડીને પોતાનો કાફલો રોકી, તેમને મળવા રોકાયા હતા.

52 વર્ષીય સંધ પ્રચારક હરિભાઈ પીએમ મોદીના મિત્ર છે. પીએમ મોદી અને હરીભાઈ સાથે એક જ રૂમમાં રહેતા હતાં. પીએમ મોદી ભારે ઉમળકાથી મળ્યા હતા. બંને અંતરંગ મિત્રોએ સારી એવી વાત કરી હતી.

પીએમ મોદી જામનગરથી હેલિકોપ્ટર દ્વારા સીધા દ્વારકા પહોંચ્યા હતાં. મોદીએ દ્વારકાધીશના દર્શન કરી, ચરણપાદુકાની પૂજા કરી હતી. ત્યારબાદ દ્વારકા-ઓખા સિગ્નેચર કેબલ સ્ટેટ બ્રિજનું ખાતમૂહુર્ત કર્યું હતું.

આ બ્રિજ ઓખા અને દ્વારકા વચ્ચે 309 મીટર લાંબો હશે તે 30 મહિનામાં તૈયાર થઈ જશે. તેની બનાવટ પાછળ 962 કરોડનો ખર્ચ થશે. અત્યારે બેટ દ્વારકા દરિયાઈ માર્ગે જવાય છે. આ બ્રિજ બનવાથી તે જમીન માર્ગે પણ જોડાઈ જશે.