PM Modi calls for diversification of supply-chain, 'single source dependency risky'
  • Home
  • Featured
  • PM મોદીએ નામ લીધા વગર જ ડ્રેગનની દુખતી નસ પર મુક્યો હાથ, દુનિયાને સ્પષ્ટ સંદેશ

PM મોદીએ નામ લીધા વગર જ ડ્રેગનની દુખતી નસ પર મુક્યો હાથ, દુનિયાને સ્પષ્ટ સંદેશ

 | 6:01 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી ફેલાવવાને લઈને ચીન પર આકરૂ નિશાન તાક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો ચીનની દુ:ખતી નસ દબાવતા સીધા જ તેના અર્થતંત્ર પર ઘા કર્યો હતો. પીએમ મોદીએ પોતાના ડેનમાર્કના સમકક્ષ મેટે ફ્રેડરિકસેન સાથે ડિજિટલ દ્વિપક્ષીય શિખર સંમેલન દરમિયાન ચીન પર પ્રહાર કર્યા હતાં.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં કોઈનું નામ લીધા વગર જ ઈશારામાં ચીનને લઈ કહ્યું હતું કે, કોરોના વાયરસે આપણને દેખાડી દીધુ છે કે વૈશ્વિક આપૂર્તિ માટે કોઈ એક પણ સ્ત્રોત પર નિર્ભરતા જોખમી છે. ભારત તેના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે સપ્લાય ચેનમાં વિવિધતા લાવવા માટે કામ કરી રહ્યું છે અને આ પહેલામાં સામેલ થવા માટે સમાન વિચારધારાવાળા દેશોનું સ્વાગત છે.

PM મોદીએ ઉમેર્યું  હતું કે, મહામારીએ કોઈ પણ એક સ્ત્રોત પર ગ્લોબલ સપ્લાય ચેનની વધારે પડતી નિર્ભરતામાં રહેલા જોખમને આપણી સામે ઉજાગર કરી દીધુ છે. આપણે આ દિશામાં ગંભીરતાથી વિચારવાની અને સાર્થક પગલું ભરવાની જરૂર છે. પીએમ મોદીનો આ ઈશારો સીધે સીધો ચીન તરફ હતો કારણ કે વૈશ્વિક આપૂર્તિનું નેતૃત્વ ચીન કરતું રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાને સપ્લાય ચેનમાં લચીલાપણું લાવવા માટે એક સાથે આવવાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોરોના મહામારીને પહોંચી વળવા માટે સમાન વિચારધારાવાળા દેશોએ એકસાથે આવવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતના પ્રયત્નોથી સમગ્ર દુનિયાને ફાયદો થશે. છેલ્લા કેટલાક મહિનાઓની ઘટનાએ સ્પષ્ટ કર્યું છે કે આપણા જેવા સમાન વિચારધારાવાળા દેશો, જે નિયમ-આધારિત, પારદર્શક, માનવીય અને લોકતાંત્રિક મૂલ્યપ્રણાલી શેર કરે છે તેમણે એક સાથે કામ કરવું પડશે.

ડેનમાર્કના પીએમ મેટ ફ્રેડરિકસેને કહ્યું કે શિખર સંમેલન બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ છે અને રણનીતિક ભાગીદારી માટે માઈલ સ્ટોન સાબિત થશે. ભારત અને ડેનમાર્ક બીજા ભારત નોર્ડિક દેશોના શિખર સંમેલન માટે પણ સહમત થયા છે. આ પ્રકારનું પ્રથમ શિખર સંમેલન 2018માં સ્ટોકહોમમાં થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન