PM Modi Cancels Bengal Rally Due To High Level Meeting To Review The Prevailing Corona Situation
  • Home
  • Election
  • PM મોદીએ પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચારને લઈ કરી મોટી જાહેરાત, આગળ ધર્યું આ કારણ

PM મોદીએ પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચારને લઈ કરી મોટી જાહેરાત, આગળ ધર્યું આ કારણ

 | 6:51 pm IST
  • Share

દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે દેશભરમાં સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પર પણ તેની ગંભીર અસર પડી રહી છે. પીએમ મોદીએ 23મી એપ્રિલે પશ્ચિમ બંગાળમાં યોજાનારી પોતાની 4 રેલીઓ રદ્દ કરી છે. પીએમ મોદીએ જાતે જ ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપી હતી.

આવતી કાલે 23મીએ પીએમ મોદીની માલદા, મુર્શિદાબાદ, સિવલી અને કોલકાતામાં એમ ચાર રેલીઓ થવાની હતી. અગાઉ એમ પણ કહેવામાં આવ્યું હતું કે, માત્ર 500 જેટલા જ લોકોની હાજરીમાં પીએમ મોદીની આ રેલીઓ યોજાશે. પરંતુ આખરે તેને પણ રદ્દ કરી દેવામાં આવી છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, કોવિડ-19 ની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આવતીકાલે ઉચ્ચ સ્તરીય બેઠક કરવાનો છું. જેને કારણે પશ્ચિમ બંગાળની 23 એપ્રિલની રેલી રદ કરુ છું. પીએમ મોદીએ બંગાળની કોઈ રેલી રદ કરી હોય તેવી આ પહેલી ઘટના છે. કોરોનાની ભીષણ મહામારીની વચ્ચે પણ પીએમ મોદીએ ચૂંટણી રેલીઓ ચાલુ રાખી હતી અને તેથી આ મુદ્દે ખૂબ ઉગ્ર ટીકા-ટીપ્પણીનો દોર ચાલ્યો હતો. પીએમ મોદીએ બંગાળની રેલીઓ રદ કરવી જોઈએ પણ તેવી પણ મોટી માંગ ઉઠી હતી.

પીએમ મોદી આવતીકાલે બંગાળમાં 4 રેલી કરવાના હતા. મુર્શીદાબાદ, માલદા, બિરભૂમ અને કોલકાતા સાઉથમાં એક-એક રેલીને સંબોધિત કરવાના હતા તે માટેની તમામ તૈયારીઓ પણ થઈ હતી જે હવે પીએમ દ્વારા રદ કરી નાખવામાં આવી છે.

રાહુલ ગાંધી રેલીઓ કરી ચુક્યા છે રદ્દ તો મમતાએ ફેરવી છે કાતર

કોરોનાના સંક્રમણને જોતા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી પહેલા જ પોતાના પ્રચારમાં કાપ મુકી ચુક્યા છે. તેમણે કોઈ મોટી રેલીઓ ના કરવાની જાહેરાત કરી દીધી. સૌથી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં યોજાનારી પોતાની તમામ રેલીઓ રદ્દ કરી હતી. ચાર તબક્કા સુધીમાં રાહુલની એક પણ રેલી યોજાઈ નહોતી. પાંચમા તબક્કામાં એકમાત્ર નક્સલબાડીમાં જ રાહુલની રેલી યોજાઈ હતી. રાહુલે અન્ય નેતાઓને પણ તેમની ચૂંટણી સભાઓ-રેલીઓ રદ્દ કરવાની અપીલ કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો