PM Modi clears why night curfew is important during corona pandemic
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • નાઇટ કરફ્યૂ જ કેમ? શું કોરોના ખાલી રાત્રે જ આવે છે? PM મોદીએ દેશવાસીઓને સમજાવ્યું કારણ

નાઇટ કરફ્યૂ જ કેમ? શું કોરોના ખાલી રાત્રે જ આવે છે? PM મોદીએ દેશવાસીઓને સમજાવ્યું કારણ

 | 11:15 pm IST
  • Share

દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોએ એકવાર ફરીથી કેન્દ્ર અને રાજ્યોની સરકારોનું ટેન્શન વધારી દીધું છે. કોરોના વાયરસને રોકવા દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, લખનૌ, નોઇડા અને ગાઝિયાબાદ સહિત દેશના અનેક રાજ્યોના શહેરોમાં નાઇટ કરફ્યુ લગાવવામાં આવ્યો છે. જો કે નાઇટ કરફ્યૂને લઇને સમાજના એક વર્ગનું કહેવું છે કે શું કોરોના ખાલી રાતમાં જ નીકળે છે? આ જ કારણ છે કે પીએમ મોદીને દેશવાસીઓને નાઇટ કરફ્યૂની જરૂરિયાત જણાવવી પડી છે.

શું કોરોના રાતમાં જ આવે છે?

કોરોના મહામારીએ વિકરાળ રૂપ લેતા પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી. તેમણે નાઇટ કરફ્યૂનું સમર્થન કરતા કહ્યું કે, આને કોરોના કરફ્યૂ નામ આપવાથી જાગૃતતા વધશે. પીએમે કહ્યું કે દુનિયાભરમાં રાત્રી કરફ્યૂને સ્વીકારવામાં આવ્યું છે. આપણે હવે નાઇટ કરફ્યૂને કોરોના કરફ્યૂના નામે યાદ રાખવું જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે, “કેટલાક બુદ્ધિજીવી ડિબેટ કરે છે કે શું કોરોના રાતમાં જ આવે છે? હકીકતમાં દુનિયાએ રાત્રી કરફ્યુનો પ્રયોગ સ્વીકાર કર્યો છે, કેમકે દરેક વ્યક્તિને કરફ્યૂ સમયમાં ખ્યાલ આવે છે કે હું કોરોનાકાળમાં જીવી રહ્યો છું અને બાકીની જીવન વ્યવસ્થાઓ પર ઓછામાં ઓછો પ્રભાવ થાય છે. સારું થશે આપણે કરફ્યૂ રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ચલાવીએ, જેથી બાકીની વ્યવસ્થા પ્રભાવિત ના થાય અને નાઇટ કરફ્યૂને કોરોના કરફ્યૂના નામથી પ્રચલિત કરો. આ શબ્દ લોકોને એક કરવામાં કામે આવી રહ્યો છે.”

પહેલી લહેરના પીકને પણ પાર કરી ગયો છે કોરોના

બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાં કોરાનાની બીજી લહેર પહેલી લહેરના પીકને પણ પાર કરી ચુકી છે. તેમણે કહ્યું કે, કેસ વધવાનું એક મોટું કારણ એ છે કે લોકો હવે બેદરકાર થઈ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, 11 એપ્રિલથી રસીકરણ ઉત્સવ મનાવી શકીએ છીએ. વધારેમાં વધારે રસીકરણ કરો. પીએમ મોદીએ કહ્યું કે, આપણે ટેસ્ટિંગ પર ભાર આપવો પડશે. આપણે શરૂઆતના લક્ષણોમાં જ ડૉક્ટર પાસે જઇએ.

પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે લઇને આવવાનું લક્ષ્ય

તેમણે કહ્યું કે, કોરોના એક એવી ચીજ છે જ્યાં સુધી તમે તેને લઇને નહીં આવો, તે નહીં આવે. આપણે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ વધારવું પડશે. આપણે કંઇ પણ કરીને પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે લઇને આવવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણું લક્ષ્ય 70 ટકા સુધી આરટી-પીસીઆર ટેસ્ટનું છે. કોરોનાથી બહાર નીકળવાનો રસ્તો વધારે ટેસ્ટિંગ છે. તેમણે કહ્યું કે, પોઝિટિવિટી ટેસ્ટ વધવાથી ગભરાવો નહીં, ટેસ્ટ જરૂર કરાવો. જ્યારે ટેસ્ટ થશે ત્યારે જ તેનું નિરાકરણ થઈ શકશે.

આ વિડીયો પણ જુઓ: રાત્રિ કર્ફયૂને બદલે કોરોના કર્ફ્યૂનો શબ્દ પ્રયોગ કરો PM મોદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન