PM Modi coming today or tomorrow No notice, the possibility of his arrival is dim
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PM મોદી આજે કે કાલે આવવાની કોઈ સૂચના નહીં, આગમનની શક્યતા ધૂંધળી, જન્મદિવસને લઈ પ્રસરી હતી ‘હવા’

PM મોદી આજે કે કાલે આવવાની કોઈ સૂચના નહીં, આગમનની શક્યતા ધૂંધળી, જન્મદિવસને લઈ પ્રસરી હતી ‘હવા’

 | 7:09 am IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા મંત્રીમંડળના શપથવિધિ વખતે એટલે કે ગુરુવારે અથવા ૧૭મી શુક્રવારે તેમની વર્ષગાંઠ ઊજવવા ગુજરાત આવે તે હવા પ્રસરી છે, પરંતુ તેઓના આગમનની શક્યતા ધૂંધળી હોવાનું જણાવાઈ રહ્યું છે. બુધવારે સાંજે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા ર્સ્વિણમ સંકુલ ખાતે આવ્યા હતા.

બાદમાં આ અખબાર સાથેની વાતચીતમાં એમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન ગુરુવારે શપથવિધિ વખતે આટલી શોર્ટનોટિસમાં આવે તેવી કોઈ ગુંજાઇશ નથી તથા શુક્રવારના તેમના આવવા બાબતે પણ હજી સુધી કોઈ જાણકારી અપાઈ નથી. સીએમઓના ટોચના સૂત્રો તરફથી પણ જણાવાયું હતું કે, ગુરુવાર કે શુક્રવારે વડા પ્રધાનના આગમન બાબતે હજી કોઈ સૂચના દિલ્હીથી આવી નથી.

આમ જે રીતે સોમવારે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદે શપથ લીધા ત્યારે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ ઉપરાંત ગોવા-મધ્યપ્રદેશ-હરિયજીાણા-આસામ અને કર્ણાટકના ભાજપના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો, તેમ ગુરુવારે યોજાનારા મંત્રીઓના સોંગદવિધિ સમારોહમાં કેન્દ્રીય ભાજપના મહાનુભાવો ભાગ ના લે તેવું બનવાજોગ છે.

ગુરુવારે અમદાવાદ જિલ્લામાં ચાંગોદર પોલીસ સ્ટેશન-સાણંદ ય્ૈંડ્ઢઝ્ર પોલીસ સ્ટેશન તથા સાણંદ ડીવાયએસપીની ઓફિસના નવા બિલ્ડિંગોનું તેમજ કેરાલા ય્ૈંડ્ઢઝ્ર-નળસરોવર -હાંસલપુર ખાતે નવા પોલીસ સ્ટેશનોનું સવારે ૧૧ વાગે ઇ-લોકાર્પણ, સમન્સ બજવણી માટે ‘દૂત’ નામક નવી એપનું લોન્ચિંગ માટે અમિત શાહ નવી દિલ્હીથી તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ મારફતે આ કાર્યક્રમમાં જોડાવાના છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો