PM Modi Condolences Tweet On Karachi Plane Crash
  • Home
  • Featured
  • કરાચીમાં પ્લેન ક્રેશની ભીષણ દુર્ઘટના, દુશ્મની ભૂલી PM મોદીએ કર્યું ટ્વીટ

કરાચીમાં પ્લેન ક્રેશની ભીષણ દુર્ઘટના, દુશ્મની ભૂલી PM મોદીએ કર્યું ટ્વીટ

 | 7:45 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનમાં થયેલી વિમાન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે પાકિસ્તાનમાં વિમાન દુર્ઘટનાનાં કારણે જાન-માલનાં નુકસાનથી ઘણું દુ:ખ થયું. મૃતકોનાં પરિવારો પ્રત્યે અમારી સંવેદના અને ઘાયલોનાં જલદી સાજા થવાની કામના કરું છું. ઉલ્લેખનીય છે કે શુક્રવારનાં પાકિસ્તાનમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ ગઈ.

વિમાનમાં 90 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર હતા

લાહોરથી કરાચી જઇ રહેલા પાકિસ્તાની ઇન્ટરનેશનલ એરલાઇન્સનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું. લાહોરથી કરાચી જઇ રહેલા પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની ફ્લાઇટ અકસ્માતનો શિકાર થઈ. વિમાન કરાચી એરપોર્ટની પાસે રહેણાંક વિસ્તારમાં પડ્યું. વિમાન તૂટી પડવાથી અનેક મકાનોમાં આગ લાગી ગઈ. આ અકસ્માત કરાચીમાં લેન્ડિંગથી ઠીક પહેલા થયું છે. વિમાનમાં 98 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આમાં 90 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર હતા.

લેન્ડિંગની 10 મિનિટ પહેલા સંપર્ક તૂટી ગયો

પીઆઈએનાં પ્રવક્તા અબ્દુલ સત્તારે દુર્ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે, ફ્લાઇટ A-320, 98 મુસાફરોને લઇને જઇ રહી હતી. વિમાન લાહોરથી કરાચી જઇ રહ્યું હતુ અને માલિરમાં મૉડલ કૉલોની પાસે ઝીણા ગાર્ડન વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. દુર્ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. પાકિસ્તાની મીડિયા પ્રમાણે વિમાનનાં ઉતરવાથી 10 મિનિટ પહેલા તેનો સંપર્ક તૂટી ગયો હતો.

ઇમરાન ખાને કર્યું ટ્વીટ

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને પ્લેન ક્રેશ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, વિમાન અકસ્માતથી દુ:ખી છું. પીઆઈએનાં સીઈઓ અરશદ મલિકનાં સંપર્કમાં છું. અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવશે. મૃતકોનાં પરિવારો માટે પ્રાર્થના અને સંવેદના.

આ વિડીયો પણ જુઓ: રાજ્યમાં વેન્ટિલેટરની મોટાપાયે અછત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન