pm modi congratulated the countrymen on eid e milad
  • Home
  • Featured
  • ઈદ-એ-મિલાદ પર PM મોદીએ દેશવાસીઓને પાઠવ્યો ખાસ સંદેશ

ઈદ-એ-મિલાદ પર PM મોદીએ દેશવાસીઓને પાઠવ્યો ખાસ સંદેશ

 | 10:23 am IST
  • Share

  • આજે ઈદ ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો તહેવાર ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉજવણી

  • પયગંબર હઝરત મોહમ્મદનો જન્મદિવસ

  • PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

આજે ઈદ ઈદ-એ-મિલાદ-ઉન-નબી (Eid e Milad Un Nabi 2021)નો તહેવાર ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. મુસ્લિમ સમુદાયના પયગંબર હઝરત મોહમ્મદનો જન્મદિવસ ઈદ-એ-મિલાદ-ઉન-નબી અથવા ઈદ-એ-મિલાદ તરીકે ઉજવવામાં આવે છે. આ ખુશીના દિવસે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યું છે કે પયગંબર સાહેબના જન્મદિવસ ઈદ-એ-મિલાદ-ઉન-નબીના શુભ પ્રસંગે, તમામ દેશવાસીઓને, ખાસ કરીને મુસ્લિમ ભાઈઓ અને બહેનોને અભિનંદન આપું છું. આવો, આપણે સૌ પયગંબર મોહમ્મદના જીવનમાંથી પ્રેરણા લઈએ.

દેશમાં શાંતિ અને સુખ જળવાઇ રહે તેવી અભ્યર્થના.ઇદ-એ-મિલાદ-ઉન-નબીના દિવસે, આખી રાત બંદગી કરવામાં આવે છે. ઠેર ઠેર જુલુસ કાઢવામાં આવે છે. ઘર અને મસ્જિદો સજાવવામાં આવે છે. આ દિવસે મોહમ્મદ સાહેબ અને કુરાનના સંદેશો વાંચવામાં આવે છે.

રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે મિલાદ-ઉન-નબીના અવસર પર મારી શુભેચ્છાઓ. આપણે કરૂણા, શાંતિ અને ભાઇચારાની ભાવનાને સાથે લઇને આગળ વધવુ જોઇએ. સમગ્ર દેશવાસીઓને એકતા અને સહયોગ આપી આગળ વધવુ જોઇએ.

AAP નેતા અરવિંદ કેજરીવાલે આ રીતે પાઠવી શુભેચ્છા
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી મિલાદ-ઉન-નબીના અવસર ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી.

ઇસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાર ત્રીજા મહીને રબી-ઉલ-અવ્વલ 12માં દિવસે મનાવવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડર અનુસાર ઇસ્લામના ત્રીજા મહીને મિલાદ ઉન-નબીની શરૂઆત થઇ ચુકી છે. મોહમ્મદ સાહેબનો જન્મદિવસ (Prophet Muhammad birth anniversary) પર લોકો તેમની યાદમાં જુલુસ કાઢે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો