PM Modi discussed with all CMs about corona crises and preparation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોરોનાને ઘૂંટણિયે પાડવા મુખ્યમંત્રીઓને PM મોદીએ આપી આ સલાહ, લોકડાઉનને લઇને પણ બોલ્યા

કોરોનાને ઘૂંટણિયે પાડવા મુખ્યમંત્રીઓને PM મોદીએ આપી આ સલાહ, લોકડાઉનને લઇને પણ બોલ્યા

 | 9:11 pm IST
  • Share

દેશમાં કોરોનાના વધી રહેલા કેસોને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન કોરોનાની વિકરાળ સ્થિતિ અને વેક્સિનેશન પર ચર્ચા થઈ. મીટિંગ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોરોનાના કેસો ફરીવાર વધી રહ્યા છે. આવામાં તાત્કાલિક ઉપાય જરૂરી થઈ ગયો છે. તેમણે કહ્યું કે, દેશમાં 9 કરોડથી વધારે રસીકરણ થઈ ચુક્યું છે. 45 વર્ષથી વધારેની ઉંમરના વ્યક્તિઓનું રસીકરણ જલદી પૂર્ણ કરી લેવામાં આવશે.

એકવાર ફરી પડકારજનત સ્થિતિ બની રહી છે

પીએમ મોદીએ કહ્યું કે, અત્યારે લોકડાઉનની જરૂર નથી. તો મીટિંગ દરમિયાન પીએમ મોદીએ કોરોનાથી બચવા માટે સલાહ-સૂચનો પણ માંગ્યા. તેમણે કહ્યું કે, એકવાર ફરી પડકારજનત સ્થિતિ બની રહી છે. પીએમે કહ્યું કે, કેટલાક રાજ્યોમાં પડકાર વધી રહ્યો છે. આપણે ગવર્નન્સ પર જોર આપવું પડશે. પીએમે કહ્યું કે, દેશ ફર્સ્ટ વેવની પીકને પાર કરી ચુક્યો છે અને આ વખતે સંક્રમણ પહેલાથી વધારે છે. પીએમે કહ્યું કે, આપણા તમામ માટે આ ચિંતાનો વિષય છે. આ વખતે લોકો પહેલાની સરખામણીએ વધારે કેઝ્યુલ છે. તેમણે કહ્યું કે, ફરી યુદ્ધસ્તર પર કામ કરવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે, લોક ભાગીદારીની સાથે સાથે આપણા ડૉક્ટર્સ સ્થિતિને સંભાળવામાં આજે પણ લાગેલા છે.

આ વખતે લોકો વધારે બેદરકાર 

પીએમે કહ્યું કે, દુનિયાભરમાં રાત્રી કરફ્યૂને સ્વીકારવામાં આવ્યું છે. આપણે નાઇટ કરફ્યૂને હવે કોરોના કરફ્યૂના નામથી યાદ રાખવું જોઇએ. તેમણે કહ્યું કે કોરોનાને રોકવા માટે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ફોકસ જરૂરી છે. પીએમે કહ્યું કે, આ વખતે આપણી પાસે કોરોનાથી લડવા માટે તમામ ઉપાય છે. હવે તો વેક્સિન પણ છે. પીએમ મોદીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, પહેલાની સરખામણીએ આ વખતે લોકો વધારે બેદરકાર થઈ રહ્યા છે. પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આગ્રહ કરતા કહ્યું કે, 45 વર્ષથી ઉપરના લોકોને 100 ટકા વેક્સિનેશન કરાવવાનો પ્રયત્ન કરો.

ટેસ્ટિંગ અને ટ્રેકિંગ વધારવું પડશે

પીએમ મોદીએ કહ્યું કે, 11 એપ્રિલથી રસીકરણ ઉત્સવ મનાવી શકીએ છીએ. વધારેમાં વધારે રસીકરણ કરો. પીએમ મોદીએ કહ્યું કે, આપણે ટેસ્ટિંગ પર ભાર આપવો પડશે. આપણે શરૂઆતના લક્ષણોમાં જ ડૉક્ટર પાસે જઇએ. તેમણે કહ્યું કે, કોરોના એક એવી ચીજ છે જ્યાં સુધી તમે તેને લઇને નહીં આવો, તે નહીં આવે. આપણે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ વધારવું પડશે. આપણે કંઇ પણ કરીને પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે લઇને આવવાનું છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણું લક્ષ્ય 70 ટકા સુધી આરટી-પીસીઆર ટેસ્ટનું છે. કોરોનાથી બહાર નીકળવાનો રસ્તો વધારે ટેસ્ટિંગ છે. તેમણે કહ્યું કે, પોઝિટિવિટી ટેસ્ટ વધવાથી ગભરાવો નહીં, ટેસ્ટ જરૂર કરાવો. જ્યારે ટેસ્ટ થશે ત્યારે જ તેનું નિરાકરણ થઈ શકશે.

અત્યારે સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ નથી

પીએમે કહ્યું કે, વેક્સિન લગાવવાને લઇને પણ કડકાઈ રાખવી પડશે. તેમણે કહ્યું કે, વેક્સિન બાદ પણ માસ્ક અને સાવધાની જરૂરી છે. તેમણે યુવાઓને આહ્વાન કરતા કહ્યું છે કે તમામ યુવા વર્ગ રસીકરણની જાગૃતતા માટે આગળ આવે અને લોકો સુધી વેક્સિન લેવાની વાત પહોંચાડે. પીએમ મોદીએ કહ્યું કે, અત્યારે સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ નથી. દવા પણ કડકાઈ પણ, બંનેની જરૂર છે.

આ વિડીયો પણ જુઓ: રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન