PM Modi can't live without 'khichdi' and 'poha' eats gujarati food
  • Home
  • Featured
  • 70 વર્ષે જવાન દેખાતા PM મોદીનું આ રહ્યું ભોજન મેનુ, કોઈ હાઈફાઈ ડીશ નથી

70 વર્ષે જવાન દેખાતા PM મોદીનું આ રહ્યું ભોજન મેનુ, કોઈ હાઈફાઈ ડીશ નથી

 | 11:29 am IST

આજે સમગ્ર દુનિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડંકો વાગી રહ્યો છે. PM મોદીનો એવો જાદૂ છવાયો કે સમગ્ર દુનિયા તેની યશ અને કિર્તિની રોશનીથી ઝળકી ઉઠ્યુ. મોદીના ભાષણ હોય કે તેમની આગવી સ્ટાઈલ, તેમની લાઈફ સ્ટાઈલ હોય કે તેમનો પોશાક આજે PM મોદી ખુબજ લોકપ્રિય બની ગયા છે. આજે ભારતના આ લોક લાડીલા નેતાનો જન્મદિવસ છે. સાદગી સાથે PM તેમનો જન્મદિવસ માં નર્મદાના કિનારે મનાવી રહ્યા છે.

ગુજરાતમાં માતા નર્મદા અને પ્રકૃત્તિના સાનિધ્યમાં PM તેમનો 69મો જન્મદિવસ મનાવી રહ્યા છે. મોદીની સાદગીની વાત કરીએતો તેઓ ખુબજ સાદગી પૂર્ણ જીવન જીવે છે. સાદુ ભોજન લે છે અને આજે પણ એટલા જ ફીટ અને તંદુરસ્ત છે. યોગ કરીને પોતાની જાતને ફીટ અને તંદુરસ્ત રાખે છે. આઓ જાણીએ તેમની તંદુરસ્તીનું શું છે રહસ્ય.

PM મોદી ખુબજ સારા વક્તા છે. આખો દિવસ તેમનો ઉર્જાથી ભરપુર હોય છે. આ તમામ પાછળ તેમની બેલેન્સ ડાયટ જવાબદાર છે. PM મોદી આટલી સભાઓ રેલીઓ અને સતત વ્યસ્ત જીવન જીવતા હોવા છતાં પેટ ભરીને ખાવાની જગ્યાએ ભરપુર જ્યુસ અને પાણી પીવે છે.

રાત્રે ગમે તેટલુ કેમ મોડુ ન થાય સવારે 5 વાગ્યે ઉઠી જ જાય છે. એક કલાક યોગાસન કરે છે. શાકાહારી ભોજન તેમને ખુબજ પ્રિય છે. ગુજરાતી ભાખરી, દાળ અને ખિચડી તેમને ખુબજ પ્રિય છે. હંમેશા તેમનો આગ્રહ રહે છે કે ઓછી કેલરી વાળો અને સાદો ખોરાક જ લે. PM મોદી પૌવા, ઈડલી કે ઢોસાનો નાસ્તો કરે છે. નવરાત્રિએ નકોરડા ઉપવાસ કરે છે. દિવસમાં એક જ વખત કોઈ એક ફળ ખાય છે.

PM મોદી દિવસના ભોજનમાં ચોખા, દાળ, શાક અને દહીં ખાય છે. ભાષણ આપતી વખતે તેમનો જુસ્સો અને ઠસ્સો દમદાર હોય છે. ગળું ઠીક રાખવા તે હુંફાળું પાણી પીવે છે.

દેશ અને દુનિયાના હાલચાલ લેવા અને ખુદને અપડેટ કરવા હંમેશા તૈયાર રહે છે. સોશિયલ મીડિયાનો પણ તેઓ ભરપુર ઉપયોગ કરે છે. કોઈ પણ યાત્રા પર નિકળે તે બારીકાઈથી ત્યાંની માહિતી મેળવે છે. સાદગીથી જીવન જીવતા મોદી પોતાને સતત વ્યસ્ત રાખી ફીટ અને તંદુરસ્ત રાખે છે.

આ Video જુઓ: PM નરેન્દ્ગ મોદીએ ટ્વીટ કર્યો વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન