Pm Modi Eyes Exclusive Constituency Of Over 1 Cr Nris Voters As Ls Passed Bill Which Allowed Proxy Voting By Nri
  • Home
  • Nri
  • 2019ની ચૂંટણી માટે પીએમ મોદીની આ વોટબેન્ક પર ચાંપતી નજર

2019ની ચૂંટણી માટે પીએમ મોદીની આ વોટબેન્ક પર ચાંપતી નજર

 | 6:56 pm IST

વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર હવે દેશની બહાર રહેતા ભારતીયોને પણ મતદાર બનાવવા માટે કામગીરી કરી રહ્યું છે. લોકસભામાં લોકોનું પ્રતિનિધિત્વ કરતાં બિલ,2017ને મંજૂરી આપી દેવામાં આવી છે. આ બિલ સાથે જ NRI પ્રવાસી ભારતીયોને મંજૂરી મળી ગઈ છે. જે પણ NRIનું નામ મતદાર યાદીમાં હશે તેઓ પોતાના મત વિસ્તારમાં મતદાન માટે કોઈની પણ અધિકાર આપી શકશે. જેના દ્વારા વડાપ્રધાન મોદી એક કરોડથી વધુ NRIના મત મેળવવા માંગે છે. બિલને લોકસભામાં મંજૂરી આપવામાં આવી છે, જે પછી બંને સદનોમાંથી પસાર થયા પછી રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ તે કાયદો બની જશે.

દેશની કુલ 543 લોકસભા બેઠકો પર આશરે 1.1 કરોડ NRI મતો રહેલા છે. જેના હિસાબે તમામ લોકસભા ક્ષેત્રમાં સરેરાશ 21,000 મત રહેલાં છે. જો તે મત કોઈ પણ પક્ષમાં પડશે તો તેની અસર સીધી ચૂંટણીના પરિણામો પર થશે. જેની સાથે જ NRIના ભારતમાં રહેતા પરિવાર પર પણ તેની અસર જોવા મળી શકે છે. તેની ગણતરી કંઈક આ પ્રમાણે હશે, જો માની લઈ કે એક પરિવારમાં 3 સભ્ય હોય અને એક NRI હોય તો સરેરાશ 60 હજારથી વધુ મત હશે જેના પર સીધે સીધો NRIનો પ્રભાવ હશે. જેનાથી જીતના અંતર પણ અસર થશે અને તે ર્નિણાયક સાબિત થશે.

વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી 54થી વધુ દેશોનો પ્રવાસ કર્યો છે. તેઓ જ્યારે પણ વિદેશના પ્રવાસે જાય છે ત્યારે ત્યાં રહેતા ભારતીયો અને NRIને સંબોધિત કરતાં રહે છે. અને જ્યાં પણ દેશોમાં મોટી સંખ્યામાં NRI હોય છે ત્યાં વડાપ્રધાન દ્વારા મેગા શો કરવામાં આવતાં રહેતા હોય છે.

એટલું જ નહીં વિદેશમાં રહેતાં ભારતીયો અને NRI વચ્ચે મોદી ઘણાં જ લોકપ્રિય છે. જે જોતાં ભાજપ માટે આગામી લોકસભાની ચૂંટણીમાં NRI વોટબેન્ક જીત માટે હુકમનું પત્તું સાબિત થઈ શકે છે.

વડાપ્રધાન મોદી વિદેશમાં પ્રવાસ સમયે પણ NRI સામે રાષ્ટ્રવાદ અને ભારતીય અસ્મિતાના મુદ્દા પર ચર્ચા કરી સીધુ કનેક્શન કરતાં રહે છે. એટલું જ નહીં કોંગ્રેસ પણ હવે ભાજપના પગલે વિદેશમાં મોદીની માફક રાહુલ ગાંધીના કેટલાંક સ્થાનો પર કાર્યક્રમ કરતું રહે છે. પરંતુ મોદી આ દોડમાં ઘણાં આગળ છે અને તેનો લાભ 2019માં તેમને ચોક્કસ મળશે.